પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયા

મનપાએ 14.25 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.32950નો વહીવટી ચાર્જ વસુલ્યો મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી ત્રણેય ઝોનમાંથી 14…

મનપાએ 14.25 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.32950નો વહીવટી ચાર્જ વસુલ્યો

મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી ત્રણેય ઝોનમાંથી 14 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી સબબ 114 આસામીઓ પાસેથી રૂા.32950નો દંડ વસુલવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 25/11/2025 એમ કુલ 01 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.

જેમાં તા. 25/11/2025 એમ કુલ 01 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી 14.25 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 114 આસામીઓ પાસેથી રૂૂ 32950/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે્રી કટર/ સેનેટરી સબ ઇન્પેરર્યકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *