સૌરાષ્ટ્ર મેલ, જનતા, દૂરન્તો અને સુપરફાસ્ટ સહિતની 11 ટ્રેનો મોડી દોડશે

  પશ્ચિમ રેલવે ના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે શનિવાર/રવિવાર, 01/02 અને રવિવાર, 9…

 

પશ્ચિમ રેલવે ના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે શનિવાર/રવિવાર, 01/02 અને રવિવાર, 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. 01/02 ફેબ્રુઆરી, 2025 ના રોજ 22.50 કલાકથી 04.50 કલાક સુધી આ બ્લોક છ કલાક માટે હશે અને 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ 01.40 કલાકથી 07.10 કલાક સુધી પાંચ કલાક ત્રીસ મિનિટ માટે રહેશે. 01/02 અને 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ પાંચ કલાકનો બ્લોક અપ અને ડાઉન મેઈન લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવે ની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

પ્રભાવિત થનારી ટ્રેનોમાં રેગ્યુલેટ/રિશેડ્યુલ કરવામાં આવનાર 1. ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 2 કલાક 20 મિનિટ, 2. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 2 કલાક 20 મિનિટ, 3. ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ, 4. ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 2 કલાક 15 મિનિટ, 5. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 2 કલાક 15 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે., 6. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 2 કલાક મોડી ઉપડશે., 7. 1 ફેબ્રુઆરી, 2025 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 2 કલાક મોડી ઉપડશે., 8. ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ, 9. ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ-ગરીબ રથ એક્સપ્રેસ 1 કલાક, 10. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 1 કલાક, 11. ટ્રેન નંબર 12972 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.

9 ફેબ્રુઆરી, 1. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક, 2. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 40 મિનિટ માટે રીશેડ્યુલ કરવામાં આવશે., 3. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 30 મિનિટ, 4. ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ, 5. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 50 મિનિટ, 6. ટ્રેન નંબર 22904 ભુજ- બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ, 7. ટ્રેન નંબર 22928 અમદાવાદ- બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 40 મિનિટ, 8. ટ્રેન નંબર 19218 વેરાવળ- બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 40 મિનિટ, 9. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર બાંદ્રા ટર્મિનસ અરવલી એક્સપ્રેસ 40 મિનિટ, 10. ટ્રેન નંબર 12902 અમદાવાદ- દાદર ગુજરાત મેલ 40 મિનિટ અને, 11. ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ 25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *