રતનમહાલ બોર્ડર આસપાસ રીઝર્વ એરીયામાં 11 વાઘ મૂકાશે; શિકાર માટે 2500 પ્રાણી હાજર

ગુજરાતમાં વાઘ પાછા લાવવાની તૈયારીને વેગ મળ્યો છે. નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફની ઉચ્ચ કક્ષાની ટીમે થોડા દિવસ પહેલાં રતનમહાલની મુલાકાત લીધી હતી. ટીમે જોયું કે…

ગુજરાતમાં વાઘ પાછા લાવવાની તૈયારીને વેગ મળ્યો છે. નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફની ઉચ્ચ કક્ષાની ટીમે થોડા દિવસ પહેલાં રતનમહાલની મુલાકાત લીધી હતી. ટીમે જોયું કે આ જંગલ ભવિષ્યમાં વાઘનું ઘર બની શકે છે કે નહીં. સૂત્રો કહે છે કે અંતિમ રિપોર્ટ 15 દિવસમાં આવશે. શરૂૂઆતની તપાસમાં કહેવાયું છે કે વાઘનો વિસ્તાર માત્ર ગુજરાત સુધી મર્યાદિત ન રહે. તે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ સુધી ફેલાઈ શકે. એટલે બંને રાજ્યનું જંગલ એકસાથે જોડાયેલું રહે.

જો જંગલની સંભાળ, શિકારના પ્રાણીઓ અને સુરક્ષા મજબૂત થાય, તો આ વિસ્તારમાં આશરે 11 વાઘ રહી શકે. અહીં શિકારનો આધાર લગભગ 2,500 પ્રાણીઓનો છે. વાઘ જીવે અને બચ્ચાં ઉછેરે તે માટે આ આંકડો મહત્ત્વનો છે. એક યુવાન નર વાઘ મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવ્યો હોવાનું મનાય છે. તે રતનમહાલના જંગલને પોતાનો મુખ્ય વિસ્તાર બનાવી રહ્યો છે. ફેબ્રુઆરી 2025થી તે અહીં નિયમિત જોવા મળે છે.

કેમેરા ટ્રેપ અને મેદાની દેખરેખથી તેના પર નજર રાખવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં રાજ્યસભામાં કહ્યું હતું કે આ વાઘ ફેબ્રુઆરી 2025થી રતનમહાલમાં સતત જોવા મળ્યો છે. તે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે આવ-જા પણ કરે છે. એટલે બંને રાજ્ય વચ્ચેનો જંગલ માર્ગ ખુલ્લો રાખવો જરૂૂરી છે. ગુજરાત સરકારે તૈયારી શરૂૂ કરી દીધી છે. વન વિભાગે કેમેરા વધાર્યા છે, સુરક્ષા મજબૂત કરી છે અને જંગલ તથા શિકારના પ્રાણીઓની સંભાળ લીધી છે. ચિતલ અને સાંભર જેવા પ્રાણીઓ પણ ઉમેરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *