ધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ

વનકર્મીઓએ વાહનો રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો, વનમંત્રીએ પ્રશંસા કરી એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા…

વનકર્મીઓએ વાહનો રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો, વનમંત્રીએ પ્રશંસા કરી

એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર આ અદભુત દ્દશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વનકર્મીઓ જાણે ટ્રાફિકકર્મીની ફરજ નિભાવી રહ્યા હોય એમ વાહનોને રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. વનમંત્રીએ પણ ડ પર વીડિયો પોસ્ટ કરી વખાણ કર્યાં હતા.

ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર અચાનક સિંહોનું ટોળું આવી જતાં વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, જોકે ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તેમણે બંને તરફથી આવતાં વાહનોને રોકી સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો.

આ પ્રશંસનીય કામગીરીને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માતની ઘટના ટળી હતી, જેના માટે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા વન વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વીડિયો ડ પર પોસ્ટ કર્યો હતો. તેમણે વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સિંહોને સુરક્ષિત રીતે ક્રોસિંગ કરાવવામાં આવ્યું હતું અને વન્યજીવ સુરક્ષિત છે.

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જેના પગલે સિંહો માનવ વસાહતો અને હાઈવ પર અવારનવાર લટાર મારી રહ્યા છે. એકસાથે 11 સિંહો રોડ ક્રોસ કરતાં દૃશ્યો કોઈ વાહનચાલક દ્વારા મોબાઈલમાં કેદ થયાં હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *