સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ મધ્યપ્રદેશની ખંગેલા ચેકપોસ્ટ પરથી યુ.પીના ત્રણ શખ્સોને ઝડપી લેતી પોલીસ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતને જોડતી તમામ બોર્ડર પર પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને દરેક ચોકપોસ્ટ પર પસાર થતા વાહનોમા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. કોઇ વાહનમાં રોકડ કે સોનુ કે ચાંદીની હેરફેર થતી નથી ને? આ મામલે તપાસ કરવામા આવી રહી છે. ત્યારે ગઇકાલે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી 75 લાખની આશરે 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ સહીત 2.19 કરોડનો મુદ્દામાલ પકડી પાડયો છે. આ સાથે ઉત્તર પ્રદેશના ચાલક સહિત 3 ઈસમોની ધરપકડ કરી છે. રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશ – ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કર્યું ત્યારે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચ ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા (ઉ.વ. 40, રહે. ઝાંસી, પ્રેમ નગર થાનાની પાછળ ઝાંસી (યુ.પી.) તથા (2) ડ્રાઈવરની બાજુમાં બેટેલા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (ઉ.વ. 45 રહે. ડરૂૂ ભોડેલા તા.જી. ઝાંસી)અને (3) રાજુભાઇ શ્રીકાલિકા પ્રસાદ પટેલ (ઉં.વ. 45, ખેતીકામ રહે. ઉનાવ ગેટની બહાર , અંજની નગર, ઝાંસી)ની ધરપકડ કરી હતી. બંનેને પકડી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા હતા, અને ગુનો દાખલ કર્યો હતો. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપ
યોગ થવાની શક્યતા જણાઈ રહી છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અને પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ.ગાવીતના માર્ગદર્શન હેઠળ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન MP-31-ZA-9054 નંબરની બોલેરો કેમ્પર ગાડીને રોકીને તપાસ કરતાં, ડ્રાઇવર સીટની પાછળ બનાવવામાં આવેલા ચોરખાનામાંથી ચાંદીના બિસ્કીટ અને રોકડ રકમ મળી આવી હતી.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂૂ. 75.60 લાખની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના ચાંદીના બિસ્કીટ, રૂૂ. 1.38 કરોડથી વધુની રોકડ રકમ અને રૂૂ. 5 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડીનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા નથી અને તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. હાલ ઝડપાયેલા ત્રણેય આરોપીને ચાંદીનો જથ્થો અને એક કરોડથી પણ વધુની રોકડ કોણે આપી? અને રાજકોટમાં કઇ જગ્યાએ ડિલીવરી આપવાની હતી તે અંગે પુછપરછ કરવામાં આવી રહી હોવાનુ દાહોદ પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.