રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો
જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો અને મોટરકારમાં ઈંગ્લીશ દારૂૂની 108 બોટલ કબજે કરી છે. જો કે બે આરોપી નાસી ગયા હતા. જ્યારે જોડિયાના શિવનગર ગામના પાટીયા પાસે બાઈકમાં દારૂૂની 32 બોટલ અને બીયરના 13 ટીન લઈને જતો પરપ્રાંતીય શ્રમિક ઝડપાયો છે.જામનગર તાલુકાના સિક્કા ગામના પંચવટી વિસ્તારમાં આવેલા એક મકાન નજીકની બંધ પડેલી કોલેજના ગ્રાઉન્ડમાં બે શખ્સ ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરતા હોવાની બાતમી સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને મળી હતી. આથી પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળે થી મોટર રાખી તેમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરતા લક્ષ્મણ ઉર્ફે લખો સીંધવ અને સુરેન્દ્રસિંહ ઉર્ફે ઈલુ ભીખુભા કંચવા નામના બે શખ્સ જોવા મળ્યા હતા.જેઓ પોલીસ ને જોઈને આ બંને શખ્સ નાસી ગયા હતા.
પોલીસે મોટરની તલાશી લેતા તેમાંથી દારૂૂ ની 108 બોટલ મળી આવી હતી. તે ઉપરાંત મોટરમાંથી એક આઈફોન અને સુરેન્દ્રસિંહના બેંક ખાતાની કોરી ચેકબુક મળી આવી હતી. પોલીસે રૂૂ.3 લાખની મોટર, રૂૂ.45 હજારનો મોબાઈલ તથા રૂૂ.62868 ની કિંમત નો દારૂૂનો જથ્થો કબજે કરી બંને શખ્સની શોધ શરૂૂ કરી છે.
જોડિયા તાલુકાના શિવ નગર ગામના પાટીયા પાસે ગઈ કાલે સવારે દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળતા જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોચમાં હતો. તે દરમિયાન જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમમાં પિન્ટુભાઈ રાઠોડ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચગદી ગામનો અનિલ ભૂરૂૂભાઈ પરૂૂડીયા નામનો શખ્સ મોટરસાયકલ પર પસાર થતા પોલીસે તેને રોક્યો હતો ને તલાશી લેતા તેની પાસે રહેલા થેલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની કાચ તથા પ્લાસ્ટિકની 32 બોટલ તથા બીયરના 13 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂૂનો જથ્થો, રૂૂ.રપ હજારનું બાઈક, રૂૂ.10 હજારનો ફોન મળી કુલ રૂૂ.54,550નો મુદ્દામાલ કબજે કરી અનિલ પરૂૂડીયા ની ધરપકડ કરી છે.