ગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યા

ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (ગઈછઇ)ના તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2020-21થી 2024-25ના ચાર વર્ષમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ…

ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (ગઈછઇ)ના તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2020-21થી 2024-25ના ચાર વર્ષમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ આંકડામાં વાર્ષિક વધારો જોવા મળ્યો છે 2020-21માં 151 કેસ, 2021-22માં 161 કેસ, 2023-24માં 183 કેસ અને 2024-25માં એકદમ તીવ્ર વધારો થઈને 568 કેસ નોંધાયા છે.

આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે પરીક્ષા સંબંધિત તણાવ અને અકાદમિક દબાણ યુવાનોના જીવન માટે મોટું જોખમ બની રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે 2019થી 2024 વચ્ચે 18 વર્ષથી નીચેના બાળકો અને કિશોરોમાં આત્મહત્યાના કેસમાં લગભગ 16%નો વધારો થયો છે. આ સમયગાળામાં દેશભરમાં 63,915 બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી છે, જે રોજ સરેરાશ 40થી વધુ મૃત્યુની સમકક્ષ છે.

વધુમાં, 2019થી 2024 વચ્ચે 30 વર્ષથી નીચેના 12,598 વ્યક્તિઓએ પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી છે. વર્ષ 2024માં એકલા વિદ્યાર્થીઓની આત્મહત્યાના 14,488 કેસ દેશવ્યાપી નોંધાયા છે.
કોંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ આંકડાઓને ગંભીર માનતાં જણાવ્યું કે આ વલણ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધતા માનસિક તણાવને પ્રતિબિંબિત કરે છે.

તેમણે અકાદમિક દબાણ, પરીક્ષા અનિયમિતતાઓ, પેપર લીક અને રોજગારીની અનિશ્ચિતતાને આ માટે જવાબદાર ગણાવ્યા. તેમણે પરીક્ષા પ્રક્રિયામાં મજબૂત સુરક્ષા, માનસિક આરોગ્ય સપોર્ટ અને સમયસર ભરતી વ્યવસ્થાની માંગ કરી છે.

શિક્ષણ નિષ્ણાતો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં સુલભ કાઉન્સેલિંગ સેવાઓ અને વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય વિશે વધુ જાગૃતિની જરૂૂરિયાત પર ભાર મૂકે છે. આ સમસ્યાના નિવારણ માટે સરકાર, શિક્ષણ વિભાગ અને સમાજ તરફથી તાત્કાલિક અને અસરકારક પગલાંની માંગ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *