સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં ‘ગેરહાજર’ રહેલા 103 હોમગાર્ડ જવાન ઘરભેગા

જિલ્લા કમાન્ડરે ખુલાસો માગ્યો, 665 જવાનોને ડયૂટી સોંપાઈ હતી સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતર મેળાની ડ્યુટીમાં ગેરહાજર રહેલા 103 હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.…

જિલ્લા કમાન્ડરે ખુલાસો માગ્યો, 665 જવાનોને ડયૂટી સોંપાઈ હતી

સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતર મેળાની ડ્યુટીમાં ગેરહાજર રહેલા 103 હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મેળાના બંદોબસ્ત માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 665 હોમગાર્ડ જવાનોને સ્પેશિયલ ડ્યુટી સોંપાઈ હતી. આ જવાનોને મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી અપાઈ હતી.

ડ્યુટી દરમિયાન ચકાસણી કરતા 103 હોમગાર્ડ જવાનો ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું. આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરજમુક્ત કરાયેલા તમામ જવાનોને ગેરહાજરી અંગે યોગ્ય કારણ સાથે ખુલાસો રજૂ કરવા સૂચના અપાઈ છે. ખુલાસો મળ્યા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવા મોટા મેળામાં સુરક્ષા માટે દરેક જવાનની હાજરી મહત્વપૂર્ણ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *