જામનગર જિલ્લાની પ્રા.શાળા અને આંગણવાડીમાં બનશે 1000 લાયબ્રેરી

‘જામનગર વાંચતુ મજાથી’ શિર્ષક હેઠળ વાંચન વાટિકાનું વિમોચન : ટાટા ટ્રસ્ટ, નાયરા એનર્જી સહિતની કંપનીઓનો સહયોગ જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા કલેકટર…

‘જામનગર વાંચતુ મજાથી’ શિર્ષક હેઠળ વાંચન વાટિકાનું વિમોચન : ટાટા ટ્રસ્ટ, નાયરા એનર્જી સહિતની કંપનીઓનો સહયોગ

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર વાંચતુ મજાથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

‘જામનગર વાંચતું મજા’થી કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં વાંચન પ્રત્યે રસ જગાડવો, તેમની જિજ્ઞાસા વૃત્તિ, કલ્પનાશક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન કરવાની ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે જેમાં વર્ષ 2026-27ના પ્રથમ તબક્કામાં આ કાર્યક્રમ જામનગર અને લાલપુર બ્લોકની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણની ભાષાને અનુરૂૂપ 1000 પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા અને બ્લોક સ્તરે વાંચનમેળા જેવા કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા અને મહાનુભાવો દ્વારા વાંચન વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેના થકી જામનગર જિલ્લાની 369 પ્રાથમિક શાળાઓ અને 685 આંગણવાડીઓમાં પુસ્તકાલયની મદદથી વિદ્યાર્થીઓમાં વાંચન, સર્જન અને શીખવાનું પ્રોત્સાહક આનંદદાયી વાતાવરણ પૂરું પાડવામાં આવશે.

આ જ પ્રયત્નોને આગળ વધારતા સમગ્ર શિક્ષા અભિયાન, આઇસીડીએસ, પ્રથમ બુક્સ, નાયરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ઈજછ સહયોગ તથા ઈજઙઈ (ટાટા ટ્રસ્ટની એક પહેલ) ના અમલીકરણ સહયોગથી જામનગર જિલ્લાની સરકારી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં પુસ્તકાલયોની સ્થાપના કરીને બાળકોમાં વાંચન, જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન ક2વાની ક્ષમતાઓ વિકસાવવા માટે એક વ્યાપક પહેલ શરૂૂ કરી રહ્યું છે. જામનગર જિલ્લામાં પ્રસ્તાવિત આ રીડિંગ ઇન્ટરવેન્શન કાર્યક્રમ આગામી ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. તેના પ્રથમ તબક્કા હેઠળ કાર્યક્રમની શરૂૂઆત જામનગર અને લાલપુર બ્લોકથી કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત દરેક શાળામાંથી એક શિક્ષક તથા પસંદ કરાયેલા આંગણવાડી કાર્યકરોને બાળકો સાથે પુસ્તકોનો સર્જનાત્મક અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવશે.

ડિજિટલ માધ્યમ થકી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં નવીન ડિજિટલ તથા પ્રિન્ટ માધ્યમો દ્વારા વાંચનની સંસ્કૃતિનું નિર્માણ કરવું, શાળાઓમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને વિવિધ માધ્યમોમાં વાંચનને પ્રોત્સાહન આપવું. ધોરણ 1 થી 5 માટે જજ્ઞિિુંઠયફદયિ પ્લેટફોર્મ પર વિશિષ્ટ વાંચન કાર્યક્રમ વિકસાવવામાં આવશે.ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વયાનુરૂૂપ ચિત્રકથાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ ઉપલબ્ધ રહેશે.શિક્ષકો માટે ક્ષમતા વિકાસ વર્કશોપ અને તાલીમ યોજાશે. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી વિમલ ચૌધરી, નાયરા એનર્જી લિમિટેડના હેડ અમર કુમાર, પ્રથમ બુક્સના ઈઊઘ હિમાંશુ ગિરી, શિક્ષણ વિભાગ (ઈજઙઈ)ના અધ્યક્ષ સુશ્રી રીના, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર નૂપુર પ્રસાદ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો વગરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *