મીલપરામાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતાં મોત

શહેરમાં મીલપરા વિસ્તારમાં રહેતાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…

શહેરમાં મીલપરા વિસ્તારમાં રહેતાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મીલાપરામાં રહેતાં કંકુબેન મનજીભાઈ મંજુસા નામના 100 વર્ષના વૃધ્ધા બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં પેડક રોડ પર આવેલ ગુલાબ પાર્ક સોસાયટીમાં રહેતાં રણજીત મીથુનભાઈ (ઉ.19) અને ગોંડલ ચોકડી પાસે રિધ્ધિ સિધ્ધિ પાર્કમાં રહેતાં પ્રવિણાબેન રસીકભાઈ વાઢુકીયા (ઉ.45)નું બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *