મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 19.59 કરોડના પ્રોજેક્ટના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂપિયા 19 કરોડ 59 લાખ ની રકમ ના જુદાજુદા વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ તા. 16-10-2025 ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નરશ્રી (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નિલેશભાઈ કગથરા દ્વારા મીટીંગ માં દિવાળી તહેવારો નિમિતે શહેરીજનો, પદાધિકારઓ, કોર્પોરેટરઓ, કમિશ્નર તથા વહીવટી પાંખના તમામ અધિકારી-કર્મચારીઓને આવનારૂૂ નૂતન વર્ષ સૌને સ્વસ્થ-સશક્ત-સમૃધ્ધ-શક્તિ આપનારૂૂં બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
જામનગર શહેરમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં જાહેરાતના હોર્ડિંગ બોર્ડ લગાવવાના કામ અંગે કમિશ્નર ની અરજન્ટ બીઝનેશ રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં થી રૂૂા. 24,12,295 ની આવક થશે. જામનગર મહાનગરપાલિકાની માલિકી ના સેન્ટ્રલ ઈલે. પોલ પર કિઓસ્ક બોર્ડ લગાવવાના કામ અંગે કમિશ્નર ની અરજન્ટ બીઝનેશ રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જે માંથી રૂૂા. 16,09,354 ની આવક થશે. પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અંગે રૂૂા. 30,000 મંજૂર રાખવામાં આવ્યું હતું.
પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ ડી.આઈ. ફલાન્ચ સોકેટ સ્પીગોટ બેન્ડઝ, ટીઝ, રીડયુસરઝ એન્ડ કાસ્ટ આર્યન જોઈન્ટસ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયાના કામ માટે રૂૂ. રૂૂા. 55.67 લાખ, કાલાવાડ નાકા બહાર કલ્યાણ ચોક થી એસ.ટી. ડીવીઝન સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક કરવાના કામ અંગે રૂૂા. 11.18 લાખ , જામનગર શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં.9, 10, 11, 12) અને સાઉથ ઝોન (વોર્ડ નં.13, 14, 15, 19) માં ભુગર્ભ ગટરના નેટવર્ક સાથે જોડાયેલ ન હોય તેવી મિલકતોના ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાણ કરવાના કામ અંતર્ગત વોર્ડ નં.12 મોરકંડા રોડ સનસીટી-1 માં ભુગર્ભ ગટરના કામ માટે રૂૂા. 15.89 લાખ, જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તક અલગ અલગ સીવીલ વર્ક, રોડ વર્ક અને મેઈન્ટેનન્સ વર્ક કરવાના કામ અંગે રૂૂા. 84.63 લાખ, જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તાર તથા જાડા વિસ્તારને જોડતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ અનુસંધાને પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો અને ઈલેકિટ્રક બસ સંચાલન પ્રોજેકટ મેઈન્ટેનન્સ કરવા તેમજ તેના મેનેજમેન્ટ અન્વયે જુદી-જુદી પોલીસી ફ્રેમ કરવા જેવી કામગીરી સરળતાપુર્વક કરવાના હેતુની બોર્ડ ઓફ ડિરેક્ટસ બનાવવા તથા કંપની તરીકે રજીસ્ટર્ડ કરવાની મંજુરી મળવા તથા તેને આનુસંગિક તમામ કાર્યવાહી કરવાની સતા મ્યુનિસિપલ કમિશ્નર ને આપવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
શહેરમાં ગ્રીન કવરની કામગીરી અંતર્ગત અર્બન ગ્રીનીંગ પોલીસી ફ્રેમવર્ક કરવા, વારસાગત બાંધકામોના સંરક્ષણ હેઠળ જામનગર શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણી અંગેની કાર્યપદ્ધતિને હેરીટેજ ક્ધઝર્વેશન પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા, જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ અંતર્ગત બાંકામની કાર્યપદ્ધતિને ગુડ ક્ધસ્ટ્રકશન પેકટીસ પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા અને વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરવા અંગેની કાર્યપદ્ધતિને રેઈન વોટર હાર્વેસ્ટિંગ પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્ત ની વિગતે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર અન્વયે કાર્યપધ્ધતિને પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા તેમજ રાજય સરકાર માં મંજુરી માટે રજુ કરવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું. તથા સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) માટે ડોમ તથા મંડપના કામ નું રૂૂા. 15.60 લાખ મંજુર કરાયું હતું.આમ આજ ની બેઠક માં કુલ રૂૂા. 19 કરોડ 59 લાખ ના ખર્ચ ની દરખાસ્તો ને મંજૂરી આપવામાં આવી હતી.
