કચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયા

કચ્છના દરિયાકાંઠેથી સતત મળી રહેલા માદક પદાર્થ ચરસના પેકેટનો સિલસિલો ફરી ચાલુ થયો હોય તેમ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખુઅડા ગામના દરિયાકિનારા…

કચ્છના દરિયાકાંઠેથી સતત મળી રહેલા માદક પદાર્થ ચરસના પેકેટનો સિલસિલો ફરી ચાલુ થયો હોય તેમ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખુઅડા ગામના દરિયાકિનારા નજીકથી બિનવારસુ હાલતમાં મળી આવેલા ચરસનાં 10 પેકેટ કોઠારા પોલીસે ઝડપી પાડયા હતા. શંકાસ્પદ રીતે મળતાં માદક પદાર્થનો ભેદ હજુ પણ અકબંધ રહેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન ખુઅડા ગામના દરિયાકિનારાના વિસ્તારમાંથી એક કિલો વજન ધરાવતાં માદક પદાર્થ ચરસનાં 10 પેકેટ (10 કિલો) શંકાસ્પદ રીતે મળી આવ્યા હતા. પોલીસે આ પેકેટ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી સરહદી વિસ્તારના દરિયાકાંઠેથી મળી રહેલા ચરસનાં પેકેટ અંગે સ્થાનિક તથા રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ તપાસમાં પરોવાયેલી છે, તેમ છતાં હજુ સુધી માદક પદાર્થનાં આ પેકેટ કઈ રીતે અહીં પહોંચી રહ્યા છે તેનું પગેરું દાબવામાં સફળતા મેળવી શકાઈ નથી.

આ કામગીરીમાં કોઠારા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.પી. ખરાડી, એસઓજીના એએસઆઈ જોરાવરસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવી, કોઠારા પોલીસ મથકના હેડ કોન્સ. મહેશભાઈ પ્રજાપતિ, કુલદીપસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, કોન્સ. મહેન્દ્રભાઈ રાતડિયા, અલ્પેશભાઈ ચૌધરી, એસઆઈબીના એઆઈઓ તથા એસઆરડી અજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *