બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક પુનર્વસન માટે 15 લાખની સહાય

ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્યમાં વસતા માલધારી પરિવારોના સ્વૈચ્છિક પુનર્વસન માટે નવી યોજના જાહેર કરી છે. પોરબંદરમાં યોજાયેલા 77મા વન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ…

ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્યમાં વસતા માલધારી પરિવારોના સ્વૈચ્છિક પુનર્વસન માટે નવી યોજના જાહેર કરી છે. પોરબંદરમાં યોજાયેલા 77મા વન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી. યોજના હેઠળ અભયારણ્યની બહાર સ્વેચ્છાએ સ્થળાંતર કરતા દરેક લાભાર્થી પરિવારને એક જ હપ્તામાં રૂૂ. 15 લાખની સહાય મળશે. સ્થળાંતર પછી પરિવારનો બરડા અભયારણ્ય વિસ્તારમાં કોઈ હક કે હિત રહેશે નહીં અને તે જ વિસ્તાર માટે વધારાની કોઈ રકમ પણ મળશે નહીં. સહાય રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળની માર્ગદર્શિકા મુજબ આપવામાં આવશે. પરિવારની વ્યાખ્યા પણ NTCAની ગાઇડલાઇન પ્રમાણે ગણાશે.

યોજના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પથરાયેલા બારડા વન્યજીવ અભયારણ્યને લગતી છે. અભયારણ્યનો વિસ્તાર આશરે 192.31 ચોરસ કિલોમીટર છે અને તેને એશિયાટિક સિંહનું બીજું ઘર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. સરકારનો કહેવું છે કે હેતુ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાનો અને સિંહો માટે અવિરત નિવાસસ્થાન ઊભું કરવાનો છે. સાથે નેસમાં રહેતા પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને વિકાસની સુવિધા સુધી પહોંચાડવાનો પણ ઇરાદો જણાવાયો છે.

યોજનાની અમલીકરણની સમીક્ષા અને માર્ગદર્શન માટે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની સમિતિ રચાશે. તેમાં વનબળના વડા અને પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને સમાજ કલ્યાણ વિભાગના નિયામક સભ્ય રહેશે. જૂનાગઢ વન્યજીવ સર્કલના ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સભ્ય સચિવ બનશે.

જિલ્લા કક્ષાએ સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ યોજના અમલમાં મૂકશે. આ સમિતિ પરિવારોની સંખ્યા, જરૂૂરી પુરાવા અને સ્થળાંતર કરનાર પરિવારોની વિગતો નક્કી કરશે. જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા કૃષિ અધિકારી અને PGVCLના કાર્યપાલક ઇજનેર સભ્ય રહેશે, જ્યારે સંબંધિત ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સભ્ય સચિવ રહેશે. યોજના સ્વૈચ્છિક છે. જે પરિવાર અભયારણ્યની બહાર જવા તૈયાર થશે તેને જ રૂૂ. 15 લાખ અને પ્લોટની સગવડ મળશે. સ્થળાંતર પછી બારડામાં કોઈ હક બાકી રહેશે નહીં, તેથી પરિવારોએ નેસ છોડતાં પહેલાં શરતો સ્પષ્ટ સમજી લેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *