રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી.10માં સેતુબંધ સોસાયટીમાં ભરવાડ યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. આપઘાતનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વૈશાલીનગર શેરી.10 સેતુબંધ સોસાયટીમાં રહેતા હિતેશભાઇ રણછછોડભાઇ મીર નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના પિતા મંડપ સવિર્સમાં નોકરી કરે છે. પોતે બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો તેમજ હિતેશ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના આપઘાત પાછળ શુ કારણ છે? એ અંગે તપાસ શરૂ કરી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસના હેડકોન્સ્ટેબલ મિહિરસિંહ બારડ અને સ્ટાફે કાગળો કર્યા છે.