નાના ભાઇએ મોટા ભાઇ-ભાભી અને બે બાળકોના 18 કટકા કરી નાખ્યા

બિહારના કૈમૂર જિલ્લામાં પારિવારિક ઝઘડામાં ભયાનક હત્યાકાંડ બિહારના કૈમૂર જિલ્લાના રામગઢ વિસ્તારમાંથી સૂટકેસ અને કોથળામાં મળેલા ચાર ટુકડામાં મળેલી લાશના હત્યાકાંડનો ખુલાસો પોલીસે કરી દીધો…

બિહારના કૈમૂર જિલ્લામાં પારિવારિક ઝઘડામાં ભયાનક હત્યાકાંડ

બિહારના કૈમૂર જિલ્લાના રામગઢ વિસ્તારમાંથી સૂટકેસ અને કોથળામાં મળેલા ચાર ટુકડામાં મળેલી લાશના હત્યાકાંડનો ખુલાસો પોલીસે કરી દીધો છે. તાજેતરના દિવસોમાં મોહનિયા-રામગઢ માર્ગ પર દુર્ગાવતી નદી પુલની નીચે પડેલા બે સૂટકેસોમાંથી જ્યારે માનવ અંગ મળ્યા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ એક જ પરિવારના ચાર લોકોની આટલી નિર્દયતાપૂર્વક હત્યા કરવાનો મામલો હશે.

થોડા દિવસ બાદ નહેર કિનારે કોથળામાં લાશના અન્ય ટુકડા મળતા આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં ખુલાસો કર્યો છે કે એક ભાઈએ પોતાના જ મોટા ભાઈ, ભાભી અને બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા બાદ લાશને 18 ટુકડામાં કાપી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધી હતી, જેથી ઓળખ છુપાવી શકાય.

કૈમૂર એસપી હરિમોહન શુક્લાએ મીડિયા સાથે વાત કરતા આ ભયાનક અને હચમચાવી નાખતી ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે 10 મેના રોજ મોહનિયા-રામગઢ માર્ગ પર દુર્ગાવતી નદી પુલની નીચે બે સૂટકેસમાં કપાયેલા લાશના અંગો મળ્યા હતા. પોલીસ તપાસ કરી રહી હતી, ત્યાં 12 મેના રોજ અભયદેય ગામની નજીક નહેર કિનારે બે કોથળામાં બીજા માનવ અંગો મળ્યા હતા. કુલ મળી એક મહિલા, એક પુરુષ અને બે બાળકોની લાશ હતી, જેને હત્યારાએ 18 ટુકડામાં કાપી નાખ્યા હતા.

એસપી હરિમોહન શુક્લાએ જણાવ્યું કે, પરિવારમાં હંમેશા પારિવારિક ઝઘડા ચાલતા હતા. તેને લઈ મૃતક કૃષ્ણ મુરારી ગુપ્તા પોતાના ભાઈ અને મા સાથે મારપીટ કરતા હતા. 5 મેના રોજ પણ કોઈ વાત પર કૃષ્ણ મુરારીને પોતાની માતા સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ માતાએ મહારાષ્ટ્રમાં કામ કરી રહેલા પોતાના નાના દીકરા વિકાસ ગુપ્તાને ફોન કરી મારપીટની સૂચના આપી અને તેને ઘરે બોલાવી લીધો. ત્યાર બાદ વિકાસે કૃષ્ણ મુરારીને જાનથી મારી નાખવાનું મન બનાવી લીધું. તેણે પોતાની સાથે કામ કરી રહેલા મિત્ર દીપક રાજપૂત સાથે હત્યાનો પ્લાન બનાવ્યો અને તેને લઈ ડહરક ગામમાં ઘરે આવી ગયો.

ગત 7 મેના રોજ વિકાસ ગુપ્તા, તેનો નાનો ભાઈ રાહુલ ઉર્ફ ગૌતમ અને દીપક રાજપૂત મળી ચાકૂથી હુમલો કરી કૃષ્ણ મુરારીની હત્યા કરી નાખી. મૃતકની પત્નીએ જ્યારે આ નજારો જોયો તો ગભરાઈને ભાગી ગઈ.
ત્યારે ત્રણેયે તેને પણ પકડી અને ચાકૂથી હત્યા કરી નાખી. આ સમયે બંને બાળકો ભણવા ગયા હતા, જ્યારે બાળકો શાળાએથી પરત આવ્યા હતા તેઓ માતા-પિતાને શોધવા લાગ્યા, ત્યારે તેમને જાણ થઈ કે તેમની હત્યા થઈ છે.

હત્યા બાદ પૂરાવાનો નાશ કરવા માટે ચારેય લાશને 18 ટુકડામાં કાપી બોરી અને સૂટકેસમાં ભરી અલગ અલગ સ્થાન પર ફેંકી દીધા. એસપીએ જણાવ્યું કે આ હત્યામાં મૃતકના બે સગા ભાઈ, એક ભાભી, મૃતકની મા અને વિકાસનો દોસ્ત દીપક રાજપૂત સામેલ છે. બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસ રેડ પાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *