રાજધાની તાઇપેમાં લોકો પર છરી વડે હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક પાગલ વ્યક્તિએ અચાનક કરેલા હુમલાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ હુમલો મેટ્રો સ્ટેશન નજીક એક વ્યસ્ત શેરીમાં થયો હતો. આ પાગલ વ્યક્તિએ પહેલા ભીડ પર સ્મોક બોમ્બ ફેંક્યો, અને જ્યારે ચારેકોર ધુમાડો થઈ ગયો, ત્યારે તે સબવે સ્ટેશન તરફ દોડી ગયો હતો અને લોકો પર છરીથી હુમલો શરૂૂ કર્યો હતો. રસ્તામાં જે કોઈ પણ સામે આવ્યો, તેના પર હુમલો શરૂૂ કરૂૂ દીધો હતો.
આ પાગલ વ્યક્તિના હુમલામાં 3 લોકો ના મોત થયા છે અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું પણ મોત થયું છે. પોલીસે હુમલાખોરનો પીછો કર્યો, જે માથામાં ઈજાઓ થતાં પડી ગયો અને મૃત્યુ પામ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, હુમલાખોરની અટક ચાંગ હતી અને તે દોષિત ગુનેગાર હતો. તેનો ગુનાહિત રેકોર્ડ છે, અને તેની સામે અનેક વોરંટ જાહેર કરવામાં આવ્યા છે.
