એસ.ટી. બસમાં બેઠા બેઠા મળશે ગરમા ગરમ ભોજન

એસ ટી નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને હવે ફૂડની પણ સુવિધા મળશે. એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે”ON DEMAND PACKED FOOD -FOOD ON BUS…

એસ ટી નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને હવે ફૂડની પણ સુવિધા મળશે. એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે”ON DEMAND PACKED FOOD -FOOD ON BUS સેવા પૂરી પાડવા એજન્સીની નિમણુક કરવા જાહેરાત કરાઈ છે.

નિગમ કક્ષાએથી મુસાફર જનતાની સુખ સુવિધામાં વધારો થાય અને તે ઉચ્ચ ગુણવતા ની સારો નાસ્તો – આહાર મળે તેમજ આ સેવાનો મુસાફર જનતા દ્વારા વધુ ને વધુ લાભ લે તેવો પ્રયાસ કરાયો છે. સાથે જ, નિગમની પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે નિગમ દ્વારા જે પ્રમાણે રેલ્વે વિભાગમાં રનીંગ ટ્રેનમાં જમવાનું-નાસ્તો પ્રોવાઈડ કરવામાં આવે છે તે જ પ્રમાણે નિગમની એક્સપ્રેસ બસોમાં પણ સંચાલિત રૂૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેક્ડ ફૂડ મળી રહે તે પ્રયાસ કરાયો છે. એસ ટી બસમાં આવકમાં વધારો થાય તે હેતુથી નવીન પ્રોજેકટ “ON DEMAND PACKED FOOD -FOOD ON BUS ને પ્રાયોગિક ધોરણે ઈમ્પ્લીમેન્ટ કરી એજન્સી નિમણુક કરવા “એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ થી ટેન્ડર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

તથા પ્રોજેક્ટને હાલ પુરતા પ્રાયોગિક ધોરણે ફકત અમદાવાદ સીટી માટે જ “એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ મંગાવવામાં આવ્યા છે. અનિયમિતતા/ સમયસર ફુડ્સપ્લાય ન કરવાના કિસ્સામા રૂૂ.5000/- થી રૂૂ.10,000/- દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. હાલ પુરતાં પ્રાયોગિક ધોરણે અમદાવાદના પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ / પિકઅપ સ્ટેન્ડ ડીલીવરી આપવામાં આવશે.

આ રીતે કરી શકાશે બૂકિંગ
મુખ્ય જોગવાઇઓ જોઇએ તો મુસાફરે ઓનલાઈન ફૂડ ઓર્ડર(ફૂડ ઓન બસ) મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સીસ્ટમ પર બસ ટીકીટ ની સાથે સાથે ફૂડ પણ અગાઉ થી બુકિંગ કરી શકે છે.
મુસાફરી શરુ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળ પહોચવાના 3 કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે.
મુસાફર ઓનલાઈન એડવાન્સમાં ફૂડ બુકિંગ કરી શકે / મુસાફરી દરમ્યાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે.
નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ બસમા સર્વ નહી કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *