જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો.
અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ ગાલા ખાતે શ્રદ્ધાંજલિ પરિષદ દરમિયાન, લશ્કર-એ-તૈયબા (કયઝ) કમાન્ડર અબુ મુસાએ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ જેહાદ અને હિંસા માટે હાકલ કરી હતી.
આ કોન્ફરન્સ 18 એપ્રિલે યોજાઈ હતી, જેમાં ઘણા આતંકવાદી સંગઠનોના ટોચના ચહેરાઓએ પણ ભાગ લીધો હતો. અબુ મુસા કથિત રીતે પજમ્મુ અને કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટથ (ઉંઊંઞખ)નું નેતૃત્વ કરે છે. સભાને સંબોધતા, તેમણે કલમ 370 અને 35અ નાબૂદને કાશ્મીરની વસ્તીને બદલવાનું કાવતરું ગણાવ્યું અને કાશ્મીર ખીણમાં નવા આતંકવાદી હુમલાઓનું આહ્વાન કર્યું.
ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચકાસવામાં આવેલા વાયરલ વીડિયોમાં અબુ મુસા કહે છે, ભારતે 370 અને 35અ હટાવીને વસ્તી સંતુલનને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તમે તમારી 10 લાખ સૈન્ય મોકલી.
તમે પુલવામા, પૂંચ અને રાજૌરીમાં રામ રામ ગુંજવા માંગો છો. લશ્કર-એ-તૈયબા તમારા પડકારને સ્વીકારે છે, મુજાહિદ્દીન અજમાવી જુઓ, ઇન્શાઅલ્લાહ અમે બંદૂકો, ગળા કાપીશું અને અમારા શહીદોના બલિદાનને સલામ કરીશું.
18 એપ્રિલે આયોજિત આ કાર્યક્રમનું આયોજન બે આતંકવાદીઓ – અકીલ હલીમ અને અબ્દુલ વહાબની યાદમાં કરવામાં આવ્યું હતું. અકીફ હલીમ 17 માર્ચે કુપવાડામાં એક એન્કાઉન્ટરમાં ભારતીય સેનાની 21મી રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા માર્યો ગયો હતો. એલઇટી અને તેના સહયોગી જૂથ પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ (ઙઅઋઋ) સાથે સંકળાયેલ અબ્દુલ વહાબ 24 એપ્રિલે બારામુલ્લાના સોપોર વિસ્તારમાં માર્યો ગયો હતો. બંને આતંકવાદીઓ અને કે પરિવારના રહેવાસીઓ હતા.
હુમલાના નવા દોરની ચેતવણી
અબુ મુસા અને અન્ય આતંકવાદી નેતાઓની ઉશ્કેરણીજનક ભાષા અને તેમના આતંકનો ખુલ્લેઆમ વખાણ કરવાથી ઉનાળાની ઋતુમાં કાશ્મીરમાં ઘૂસણખોરીની નવી લહેરનો ભય ઉભો થયો છે. પરંપરાગત ઘૂસણખોરીના માર્ગો – કુપવાડા, પૂંચ અને રાજૌરી – ઉનાળા દરમિયાન વધુ સક્રિય બને છે અને આ માર્ગો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.અબુ મુસાનું આ ભાષણ અને તેના પછી તરત જ પહેલગામ હત્યાકાંડ દર્શાવે છે કે પીઓકેમાં બેઠેલા આતંકવાદી નેતાઓ ન માત્ર ઝેરીલો ભારત વિરોધી પ્રચાર કરી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં ફરીથી ખીણને ખલેલ પહોંચાડવાની યોજના પર પણ કામ કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે.