દસ્તાવેજોની કોપી અંગે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં રૂૂબરૂૂ ગયા વગર ઘરે બેઠા મોબાઈલમાંથી કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજની કોપી ઉપલબ્ધ થઈ શકશે. તેના માટે રાજ્યના મહેસૂલ વિભાગે 100 રૂૂપિયા પ્રોસેસિંગ ચાર્જ નક્કી કર્યો છે. જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં મિલકત સંબંધિત અને નોંધાવામાં આવેલા કરાર સહિતના દસ્તાવેજોની કોપી મેળવવવી હોય તો હાલમાં નાગરીકોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂૂબરૂૂ જવુ પડે છે. ઓનલાઈન અરજી કર્યા પછી પણ નોંધાયેલા દસ્તાવેજની અધિકૃત નકલ માટે એક પાના દીઠ 20 રૂૂપિયાનો ચાર્જ ચુકવવો પડતો હતો.
સંબંધિત દસ્તાવેજોના પાનાની સંખ્યા 12થી વધુ હોય છે. આથી, આવા દસ્તાવેજોના ડિજિટાઈઝેશન સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા એક પેજના 20 રૂૂપિયા લેખે 240 રપિયાથી વધારે રકમ વસુલવામા આવતી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગે નોંધાયેલા તમામ દસ્તાવેજો પહેલાથી જ ડિજિટલ ફોર્મેટ રહે અને ઓનલાઈન અરજી કર્યાથી નાગરીકોને મળી રહે તેના માટે અક્ષુછઘછ પોર્ટલ ઉપર ઈન્ડેક્સ-2ની સાદી નકલ ઉપલબ્ધ કરાવી છે. જ્યારે ઈંઘછઅ પોર્ટલ ઉપર તેની પ્રમાણિત નકલ ઉપલબ્ધ કરાવી છે. આ બંને પોર્ટલ ઉપરથી કોઈ પણ નાગરીક સોફ્ટ કોપી મેળવી શકે તે માટે મહેસૂલ વિભાગે એક નોટિફિકેશન મારફતે 100 રૂૂપિયાનો પ્રોસેસિંગ ચાર્જ નક્કી કર્યો છે.આવી ફેસલેસ સર્વિસથી લોકોને ફાયદો થશે. સાથે સાથે સબ રજિસ્ટ્રાર કચેરીઓ ઉપરનું ભારણ ઘટશે.
આ નિર્ણય ’નોંધણી અધિનિયમ, 1908’ અંતર્ગત મળેલી સત્તાનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષો જૂના એટલે કે 3 ઓગસ્ટ, 1987 ના જાહેરનામામાં જરૂૂરી સુધારા વધારા કર્યા છે. મહેસૂલ વિભાગના આ સુધારા બાદ હવે સરકારી ફીના સત્તાવાર કોષ્ટકમાં ફેરફાર થયો છે. અગાઉના નિયમોમાં ઓનલાઇન નોંધણી માટે કોઈ અલગ પ્રોસેસિંગ ચાર્જની જોગવાઈ નહોતી, પરંતુ હવે ડિજિટલ સેવાઓના વ્યાપને ધ્યાનમાં રાખીને આ નવી ફી દાખલ કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગે આ મામલે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે આ ₹100 ની રકમ માત્ર પ્રોસેસિંગ ચાર્જ પેટે લેવામાં આવી રહી છે. દસ્તાવેજની નોંધણી માટે જે નિયમિત ’સ્ટેમ્પ ડ્યુટી’ અને ’નોંધણી ફી’ અગાઉ વસૂલવામાં આવતી હતી, તેના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, લોકોએ જૂના નિયમિત ટેક્સ અને ફી તો ભરવાની જ રહેશે, પરંતુ તેની ઉપર આ વધારાના ₹100 નો બોજ સોદા દીઠ ઉમેરાશે.
