મોરબી પંથકમાં યમરાજાના ધામા; અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત

  મોરબી પંથકમાં યમરાજાએ તંબુ તાણ્યા હોય તેમ આપઘાત, અકસ્માત અને અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.…

 

મોરબી પંથકમાં યમરાજાએ તંબુ તાણ્યા હોય તેમ આપઘાત, અકસ્માત અને અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં કંપનીમાં રહીને કામ કરતાં કમલેશ રકસિંહ મંડલોઈ (ઉ.24)એ લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજા બનાવમાં મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતાં પીંકીભાઈ રવિભાઈ દુડવે (ઉ.7)નું ઉલ્ટી થયા બાદ ગળામાં શ્ર્વાસ રૂંધાઈ જતાં મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં મુળ દાહોદના વતની અને હાલ મોરબીમાં રહેતાં પ્રિયંકાબેન રમેશભાઈ (ઉ.20) નામની યુવતીનું બિમારી સબબ મોત નિપજ્યું હતું. ચોથા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ગામે ધ્રુવીબેન જગદીશભાઈ વરમોરા (ઉ.22)નું બે ભાન હાલતમાં મોત નિપજ્યું હતું.

પાંચમાં બનાવમાં વાંકાનેર બાઉન્ટ્રી પાસે ચોટીલા રાજકોટ હાઈ-વે પરથી આશરે 55 વર્ષના અજાણ્યા પુરૂષ બેભાન હાલતમાં મળી આવતાં સારવારમાં મોત નિપજ્યું હતં.ુ છઠ્ઠા બનાવમાં હળવદના હિંગારાડામાં ઈતાબેન ગોવિંદભાઈ રાઠવા (ઉ.32)એ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. સાતમાં બનાવમાં ટીક્કર ગામે મજુરી કામ કરતી છોટાઉદેપુરના સંજય કાંતીયાભાઈ ભીલ (ઉ.18)નું ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યું હતું. આઠમાં બનાવમાં જાબુંડીયા ગામની સીમમાં માટી ખાતામાં કામ કરતાં નારાયણસિંહ નામના 20 વર્ષના યુવકને લોડર ચાલકે ઠોકરે ચડાવતાં મોત નિપજ્યું હતું.

નવમાં બનાવમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર એલએલપીમાં કામ કરતા છોટુ બર્જલાલ મોર્ય (ઉ.વ.21) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે. દસમા બનાવમાં મૂળ એમપીના વતની હાલ વાંકાનેર તાલુકાના દલડી ગામે આવેલ કોલીટી મિનરલ્સ કારખાનામાં મજુરી કરતા શિવાની સમરીયા નીનામા (ઉ.વ.17) નામની સગીરાને નાની બહેન બીના સાથે વાસણ ધોવા બાબતે બ્લાચાલી થતા માઠું લાગી જતા ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

અગિયારમાં બનાવમાં મૂળ એમપીના વતની હાલ ટંકારાના મીતાણા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મોનાભાઈ તેજાભાઈ પસાયા (ઉ.વ.18) નામના યુવાન મીતાણા ગામથી ગણેશપર રોડ પર પોતે ભાગે રાખેલ વાડીએ બાઈક લઈને જતો હતો ત્યારે અચાનક વચ્ચે આખલો આવતા બાઈક અથડાતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ એમપી હાલ માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં એકઝીશન કારખાનામાં રહીને કામ કરતા રાખીસિંહ નેત્રસિંહ ગોંડ (ઉ.વ.19) નામની પરિણીતાએ બે ત્રણ વખત જમવાનું કહેતા જમવાનું પીરસેલ નહિ અને મોબાઈલ જોતી હતી જેથી પતિને ગુસ્સો આવતા બોલાચાલી થઇ હતી અને મોબાઈલ તોડી નાખ્યો જેથી રૂૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

બારમાં બનાવમાં વાંકાનેરમાં રહેતા કારખાનેદાર જીવરાજભાઈ પથુભાઈ પેથાણી બાઈક પાછળ બેસી વાંકાનેરથી ચંદ્રાપુર ગામે જતાં હતાં ત્યારે સ્કુટર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત ઘવાયેલા કારખાનેદાર જીવરાજભાઈ પેથાણીનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક પુત્ર જીગ્નેશ પેથાણીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *