હોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગ

અમેરિકાના લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘરે ગોળીબાર થયો છે. પોલીસે રવિવારે આ ઘટના સંદર્ભે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે. એવો આરોપ…

અમેરિકાના લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘરે ગોળીબાર થયો છે. પોલીસે રવિવારે આ ઘટના સંદર્ભે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે. એવો આરોપ છે કે મહિલાએ રિહાનાના ઘરે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલો થયો ત્યારે રિહાના અંદર હતી.

લોસ એન્જલસ ટાઈમ્સે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, ગોળીબારની માહિતી મળતાં, પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગોળીબાર પછી તરત જ પોલીસ રાત્રે 1:21 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂૂ કરી હતી. ત્યારબાદ પોલીસે તે જ સ્થળેથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે, મહિલા તેની કારમાં હતી અને તેણે કથિત રીતે રિહાનાના ઘર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પછી તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. સૌ પ્રથમ ઘટનાની જાણ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, મહિલા સફેદ ટેસ્લામાં હતી અને તેણે લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. રિહાના તેના બાળકો અને પતિ સાથે તે જ ઘરમાં રહે છે. ઘટના દરમિયાન તે પણ ઘરમાં હતી. જોકે, રિહાનાના ચાહકો માટે થોડી રાહત છે કે, તે સુરક્ષિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. જોકે, હાલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે હજુ સુધી ગોળીબારના હેતુ વિશે કોઈ માહિતી આપી નથી. બીજી તરફ આ ઘટના અંગે રિહાના તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *