સામાન્ય રીતે કોઈ પણ મોટી ફિલ્મને થિયેટરથી OTT સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 6 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે, પરંતુ ‘પરાશક્તિ’ ના કિસ્સામાં આ નિયમ તૂટતો જોવા મળી રહ્યો છે. ફિલ્મ 10 જાન્યુઆરીના થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે સમાચાર છે કે 7 ફેબ્રુઆરી 2026 થી તે ZEE5 (ઝી-5) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. રિલીઝના એક મહિનાની અંદર ડિજિટલ પ્રીમિયર એ સંકેત આપે છે કે પ્રેક્ષકો થિયેટરોમાં ઓછા હતા, જેના કારણે મેકર્સે તેને વહેલી ઓનલાઈન લાવવાનો નિર્ણય કર્યો.
‘પરાશક્તિ’ એક હાઈ-બજેટ પોલિટિકલ ડ્રામા હતી. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું નિર્માણ અંદાજે 140 થી 150 કરોડ રૂૂપિયા ની વચ્ચે થયું હતું. આટલી મોટી રકમ ખર્ચ્યા પછી ફિલ્મ પાસેથી આશા હતી કે તે ઓછામાં ઓછો 200-250 કરોડનો બિઝનેસ કરશે.
ફિલ્મનું ઓપનિંગ આશાસ્પદ હતું, પરંતુ દિવસો વીતતા ગયા તેમ નકારાત્મક ‘વર્ડ ઓફ માઉથ’ને કારણે તેની કમાણી ઘટતી ગઈ. અંતે ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 80 કરોડ રૂૂપિયા ની આસપાસનું કલેક્શન કર્યું. આ દ્રષ્ટિએ ફિલ્મ તેની પડતર કિંમતનો અડધો હિસ્સો પણ વસૂલ કરી શકી નથી.
ફિલ્મની નિષ્ફળતા વધુ આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે તેને બોક્સ ઓફિસ પર ખુલ્લું મેદાન મળ્યું હતું. પહેલા એવી ચર્ચા હતી કે ‘પરાશક્તિ’ ની ટક્કર સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘જન નેતા’ સાથે થશે. મોટા ક્લેશના ડરથી મેકર્સ ચિંતિત હતા, પરંતુ વિજયની ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ. કોઈ મોટી હરીફાઈ ન હોવા છતાં ‘પરાશક્તિ’ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં નિષ્ફળ રહી.
