11 વર્ષે ડહાપણ આવ્યું: પાટીદાર આંદોલનથી આનંદીબેનને ગુમાવ્યાનો અફસોસ, હવે માફી માંગવી છે!: દિનેશ બાંભણિયા

સારા મુખ્યમંત્રીને હટાવવા માટે આંદોલન કરી એક બહાનું બન્યા એનો આજે પણ અફસોસ-રંજ છે, સૌ સમજે છે કે સાચુ કારણ શું હતું ગુજરાતમાં ‘ન ભૂતો…

સારા મુખ્યમંત્રીને હટાવવા માટે આંદોલન કરી એક બહાનું બન્યા એનો આજે પણ અફસોસ-રંજ છે, સૌ સમજે છે કે સાચુ કારણ શું હતું

ગુજરાતમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા પાટીદાર આંદોલનના 11 વર્ષ બાદ પાસના કેટલાક આગેવાનોને ડહાપણની દાઢ ઉગી છે અને પાટીદાર આંદોલનની આડામાં પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવવામાં ‘હાથો’ બન્યા બાદ હવે 11 વર્ષ પછી આનંદીબેનની માફી માંગવાની વાત જાહેર મંચ પરથી ઉચ્ચારવામાં આવતા નવા જ રાજકીય વમળો સર્જાયા છે.

2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયા બાદ ગુજરાતભરમાં સ્થિતિ સ્ફોટક બની હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હતી. પરિણામે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસેથી તા.2ઓગષ્ટ-2016ના રોજ ભાજપે રાજીનામુ લઇ લીધુ હતું અને આનંદીબેનની 75 વર્ષની ઉંમરનું સતાવાર કારણ જાહેર કરાયુ હતું.આ આંદોલનના 11 વર્ષ બાદ ગઇકાલે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે યોજાયેલ પાટીદાર પરિવારના સખી સ્નેહમિલનમાં કાર્યક્રમના આયોજક અને એક સમયે ‘પાસ’નો ચહેરો રહેલા દિનેશ બાંભણીયાએ રૂજાયેલા ઘાવ ફરી ખોતર્યા છે.

સખી સ્નેહમિલનના મંચ ઉપરથી દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે, આજે ગોપાલભાઇ, અલ્પેશભાઇ અને ઘણા મારા આંદોલનના સાથી અહિંયા ઉપસ્થિત છે ત્યારે મારે આ ગુજરાતી લાઇવ મીડિયાના માધ્યમથી વાત કરવી છે.

બાંભણીયાએ કહ્યુ કે, ઘણા લાંબા સમયથી 10 વર્ષથી વિચારી રહ્યા હતા અને રોજ એક વાતનો વિચાર આવે કે પાટીદાર આંદોલનથી ઘણું બધું મળ્યું. 10 ટકા અનામત મળી, ઊઠજ મળ્યું, યુવાનોએ નોકરી કરી, પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુ:ખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલન કરી એક બહાનું બન્યા. સૌ સમજે છે કે શું કારણ હતું.

શું કામ આનંદીબેનને હટાવવામાં આવ્યા. પણ આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માગું છું મને કોઈ વસ્તુની તકલીફ નથી. કારણ કે આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રીને દૂર કરીને જે પાટીદાર સમાજને નુકસાન થયું છે, એવું હવે ગુજરાતના કોઈ બીજા મુખ્યમંત્રીને હટાવીને નુકસાન ના થાય એની પણ હું સમાજને તકેદારી રાખવા માટે અને સમાજના હિતો માટે વાત કરું છું. મારે આનંદીબેનની માફી માંગવી છે.દરેક સમાજ પોતાના સમાજની વાત કરતો હોય. રાજકીય અસ્તિત્વ, રાજકીય પ્રતિનિધિત્વ એ અલગ અલગ રીતે ઘણા બધા લેખાજોખા પછી થતું હોય છે.

પણ આજે આ સામાજિક મંચ છે એટલે સમાજના લોકોને એક સંદેશ આપવા માગું છું એક વિનંતી કરવા માગું છું અને એક કારણ કે અમે જે છેલ્લા 10 વર્ષથી કે આગળના વર્ષોમાં જે ભોગવ્યું છે ને હજી પણ આગળ જાતા જે ભોગવવાનું છે, એનો ભોગ સમાજ ન બને એટલા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવા માટે હું આ તકેથી વિનંતી કરું છું. પાટીદાર આંદોલનના સભ્યોશ્રીઓ, લોકો અને તમામ લોકોએ સમગ્ર ગુજરાતે ખૂબ જ મહેનત કરી અને ઘણો બધી લાઠીચાર્જથી સહીને જે કઈ આપણી ઉપર વિઘ્નો થયા એમાં 10 ટકા અનામતની જોગવાઈ થઈ અને આજે એના લીધે ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા અધિકારીઓ આજની સુધીમાં એના લીધે છે.ધારાસભાની ચૂંટણીઓના એક વર્ષ પહેલા જ દિનેશ બાંભાણિયાએ ફેંકેલા રાજકીય ગોફણિયાથી ગુજરાતભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

કોઇ વાતનું દુ:ખ રાખવાની જરૂર નથી, મમ્મીના મનમાં કાંઇ નથી: અનારબેન

આ કાર્યક્રમમાં જ ઉપસ્થિત રહેલા આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલે પણ દિનેશ બાંભણીયાને જવાબ આપતા જણાવેલ કે, આગળ બહુ બધી વાતો પાટીદાર આંદોલન તરફ ગઈ. આજે તો અમે ખોડલધામ વતી હું અહીંયા આવી છું. પણ દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ બી વાતનું દુ:ખ રાખવાની જરૂૂર નથી. મમ્મીના હૃદયમાં કશું પણ નથી. એટલે મારી જવાબદારી છે. કે મારે તમને બહુ ઝડપથી મળાવવા પડે. એટલે એ ચિંતા કરવાની જરૂૂર નથી. પણ એટલું હું ચોક્કસ કહીશ કે જ્યારે આંદોલન ચાલતું તું ત્યારે અમારા ઘરનો વિષય એ હતો કે એ ના ખબર પડી કે ક્યારે આપણા સમાજને આપણા આપણી સેવાની જરૂૂર છે. અને એ સમયે પોઝિટિવ વાત એ હતી કે આખી જિંદગી મારા 35 વર્ષ થયા સેવામાં, આ 35 વર્ષમાં મેં બીજા બધા સમાજના સેવી સમાજની સેવા કરી. દરેકે દરેક સમાજ તમે જે નામ દો એ બધા સમાજની સેવા 35 વર્ષ કરી. જ્યારે આંદોલન થયું ત્યારે એમ થયું કે આજે મારા સમાજને મારી જરૂૂર છે તો કદાચ એ તરફ જવું જોઈએ અને એ વિચાર મનમાં હતો અને એવામાં નરેશભાઈ ભાઈનો ફોન આવ્યો.

મેં તો ત્યારે જ કીધું તું કે ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે: લાલજી પટેલ

SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, હું પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ આગેવાનોને વારંવાર 11 વર્ષ પહેલા કહેતો હતો. કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો ભાજપનો વિરોધ કરો પણ પાટીદાર નેતાનો શા માટે વિરોધ કરો છો? ભાજપ તો તમે અત્યારે જુઓ કે ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. હું એ ટાઈમે એવું કહેતો હતો કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો પાટીદાર નેતાનો વિરોધ ના કરો ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે.
એ વખતે વારંવાર પાટીદાર નેતાઓ ખબર નથી કોઈનું ષડયંત્રનો શિકાર બની ગયા હતા કે આનંદીબેન મુખ્યમંત્રીનો વિરોધ કરતા હતા નીતિનભાઈ, રજનીભાઈ અને વાઘાણીનો વિરોધ કરતા હતા. વારંવાર કહેવા છતાં એ લોકો સમજતા નહોતા અને મને એવો ચીતરતા હતા કે આ ભાજપના માણસ છે. આજે 11 વર્ષે બધાને ખબર પડી કે સાચો કોણ માણસ છે અને પાટીદાર સમાજ માટે ખરેખર કોના હિતમાં લડીએ છીએ? હંમેશા ભાજપની નીતિઓનો વિરોધ હોવો જોઈએ. આજે પણ અમે ભાજપની નીતિઓનો વિરોધ કરીએ છીએ.ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે છ વર્ષથી લડી રહ્યા છીએ. એ સમગ્ર દરેક જ્ઞાતિની દીકરીઓ માટેનો પ્રશ્ન છે. યુવા દીકરીઓ અને માતા પિતાનો પ્રશ્ન છે. તો ભાજપની નીતિઓનો વિરોધ હોય. આજે જે ભાજપમાં પાટીદાર સમાજના આગેવાનો હોય. એમનો શું કામ વિરોધ કરવો જોઈએ? એટલે હું આ વાત સાથે સહમત નથી. એ વખતે મારી વાત હતી કે, બેન તો મોટા હૃદયના છે. ઘણા લોકો એવું કહે છે કે, અત્યારે પણ પાટીદાર ઈખ છે. પણ ત્યારે ઈખ આનંદીબેન પટેલ હતા એ વહીવટમાં મજબૂત હતા. એમનાથી અત્યારે તમે બધા કહો છો કે અધિકારીઓનું રાજ ચાલે છે. બેનની અધિકારી ઉપર પણ પક્કડ હતી. અત્યારના સીએમ સાચા સારા માણસ છે બધી વાત સાચી, પણ અધિકારીઓ ઉપરની પક્કડ જે બેન રાખી શકતા હતા એ અત્યારના કોઈ નેતા રાખી શકતા નથી.

દિનેશ બાંભણિયાના માફીના નિવેદન મામલે હાર્દિક પટેલે હાથ ખંખેર્યા

પાટીદાર આંદોલન કોઇ વ્યક્તિને હટાવવા માટે ન હતું

ગુજરાતના રાજકારણમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા દિનેશ બાંભણિયાએ જસદણમાં આપેલા એક નિવેદન બાદ હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાટીદાર સમાજના હિત માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને તે કોઈ વ્યક્તિ વિશેષને પદ પરથી હટાવવા કે કોઈને નુકસાન પહોંચાડવા માટે નહોતું.

દિનેશ બાંભણિયાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે, દિનેશ બાંભણિયાએ જે કંઈ પણ કહ્યું છે તે તેમનો સંપૂર્ણપણે વ્યક્તિગત અભિપ્રાય છે. આંદોલનને લઈને વાત કરતા હાર્દિક પટેલે ઉમેર્યું કે, પાટીદાર અનામત આંદોલનને હવે 12 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આ આંદોલન દરમિયાન સમાજના અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે, સમાજના હિત માટે લડવામાં આવેલા આ આંદોલનને લઈને હવે મનમાં કોઈ જ રંજ નથી. બાંભણિયાના આ નિવેદન બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂૂ થયા હતા, જેના પર હવે હાર્દિક પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

આનંદીબેન પટેલની માફી નહીં માંગું, અમે દોષી જ નથી: ગીતાબેન પટેલ
PAASના ક્ધવીનર ગીતાબેન પટેલે કહ્યું કે, હું આનંદીબેન પટેલની માફી નહીં માંગું કારણ કે તેમનું મુખ્યમંત્રી પદ જવા પાછળ આંદોલનકારીઓ દોષી જ નથી. પાટીદાર સમાજનું આંદોલન કોઈ વ્યક્તિગત મુખ્યમંત્રી સામે નહીં, પરંતુ અનામતની માગ સાથે સરકાર સામે હતું.
પાટીદાર સમાજના એક મજબૂત મહિલા મુખ્યમંત્રી ગુમાવ્યાનું દુ:ખ ચોક્કસ છે, પરંતુ તેમના પદ છોડવાનું કારણ આંદોલનકારીઓ ન હોવાથી માફી માંગવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આનંદીબેન પટેલને ભાજપના અંદરોઅંદરના આંતરિક ડખા-વિખવાદને કારણે પદ ગુમાવવું પડ્યું છે અને આ વાત અનાર પટેલના નિવેદનથી પણ સ્પષ્ટ થાય છે. GMDC ગ્રાઉન્ડમાં તે રાત્રે ફાયરિંગ અને લાઠીચાર્જના ઓર્ડર આપનાર કોણ છે? તે આનંદીબેને ખુલીને કહેવું જોઈએ કારણ કે આજે પણ નવ યુવાનોના મોત અને કેસો મામલે ન્યાય મળ્યો નથી. પાસના અન્ય આગેવાનો માફી માંગે તો તે તેમનો અંગત વિષય હોઈ શકે, પરંતુ હું માફી નહીં માગુ.

‘અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા’: મનોજ પનારા

મનોજ પનારાએ જણાવ્યું કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત મારાં સાથી મિત્રએ કરી છે. આંદોલનકારીઓની વાત સમાજ હિત માટે હતી અને એનો લાભ સમાજને ચોક્કસ મળ્યો જ છે. આંદોલનમાં અમારી કોઈ માગ ન હતી કે મુખ્યમંત્રી પદેથી બેનને હટાવવામાં આવે. બેનને હટાવાયા એ ભાજપનું ઇન્ટર્નલ પોલિટિક્સ હતું. અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા છે. જૂથવાદનો પુરાવો એ પણ છે કે નીતિન પટેલના બદલે વિજય રૂૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. બેનને આંદોલનના કારણે હટાવવાની વાતો પાયા વિહોણી છે. જો આવું જ હતું તો કેશુભાઈ પટેલને ક્યાં આંદોલનના કારણે હટાવાયા એનો જવાબ આપો. કોઈ દુ:ખ કે રંજ વ્યક્ત કરવાની કે માફી માંગવાની જરૂૂર નથી.
મારે તો સમય આપે તો સવાલ કરવો છે, પાટીદારના 14 દીકરાના હત્યારા કોણ છે એનો ખુલાસો કરો.પાટીદારના 14 દીકરાઓને મારવા ગૃહ વિભાગને હુકમ કોને કર્યો હતો એનો જવાબ કેમ મુખ્યમંત્રીએ ન લીધો એ સમયે તો મુખ્યમંત્રી બેન જ હતા. અને રહી વાત રંજની તો એમ પણ કહીશ કે હવે 10 વર્ષે માફિની વાતો કરે છે અને રંજ છે તો એ સમયે આંદોલન કરવું જોઈતું હતું કે બેનને બદલાવો નહિ બેનને હટાવવામાં ન આવે. આજે આ વાત કદાચ સમય સંજોગોને આધીન કરી હોય તેવું લાગે છે.

આનંદીબેનને દુ:ખ લાગ્યું હોય તો સમાજના દીકરા તરીકે બે હાથ જોડી માફી માંગુ: માલવીયા
PAASના ક્ધવીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારે પાટીદાર આંદોલન માત્ર એક બહાનું અને પોઈન્ટ હતું. વાસ્તવમાં ગુજરાતની રાજનીતિમાં જે રાજકીય ચોકઠાંઓ ગોઠવાઈ રહ્યા હતા, તેના ભાગરૂૂપે જ તેમને પદ પરથી હટાવીને સાઈડલાઈન કરાયા હતા અને ગુજરાતની જનતા આ વાત સારી રીતે જાણે છે.
માત્ર આંદોલનકારીઓના કારણે આનંદીબેનનું પદ ગયું તે વાતને તેમનું બિલકુલ સમર્થન નથી. તેમ છતાં, પાટીદાર સમાજના કદાવર નેતા અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે જ્યારે તેઓ સફળતાપૂર્વક સરકારની લગામ સંભાળી રહ્યા હતા, ત્યારે તેમની સાથે આવી ઘટના બની તેનું તેમને ખૂબ દુ:ખ અને વસવસો છે. જો આ બાબતથી આનંદીબેનને દુ:ખ લાગ્યું હોય તો તેઓ પણ સમાજના એક દીકરા તરીકે બે હાથ જોડીને હું માફી ચાહું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *