સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે 21 જુલાઇથી 12 ઑગષ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોદાશે. વિપક્ષ તરફથી ઓપરેશ સિંદૂર અને પહલગામ આતંકી હુમલાને લઇને સંસદના વિશેષ સત્રની માગ કરવામાં આવી હતી. જે વચ્ચે સરકારે આ જાહેરાત કરી છે
3 મહિનાના બ્રેક બાદ સંસદના બંને સદન 21 જુલાઇએ સવારે 11 વાગે શરૂૂ થશે. આ પહેલા સંસદનું બજેટ સત્ર આ વર્ષે 31 જાન્યુઆરીએ થયુ હતું, લોકસભા અને રાજ્યસભા બંને 4 એપ્રિલે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઇ હતી. જેથી 2025નું પ્રથમ સંસદ સત્ર પૂર્ણ થઇ ગયુ હતું.
જ્યાં એક તરફ વિપક્ષ ઓપરેશન સિંદૂરને લઇને વિશેષ સત્ર બોલાવવાની માગ કરી રહ્યા હતા. 16 દળોએ પીએમ મોદીને મંગળવારે પત્ર લખ્યો હતો, બીજી તરફ સરકારે આ વચ્ચે ચોમાસુ સત્રની તારીખો જાહેર કરી દીધી છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે વિપક્ષની સતત માગ બાદ પણ ઓપરેશન સિંદૂર પર વિશેષ સત્ર નહી થાય. પરંતુ નિયમો હેઠળ સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર થઇ છે.
