રૂા.50 હજારથી રૂા.1 લાખ સુધી આપવા લોકો તૈયાર: પહાડીવાળા વિસ્તારમાં સૌથી વધારે ગધેડાનો ઉપયોગ
પૌષ પૂર્ણિમાના અવસર પર મહારાષ્ટ્રના કુળદેવતા શ્રી ખંડોબા દેવના જેજુરી શહેરમાં ઐતિહાસિક ગધેડા બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ માર્કેટમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ગધેડાને વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. પહાડી વિસ્તારોમાં કામ કરવા માટે લોકો અહીંથી ગધેડા ખરીદે છે. આ વર્ષે ગુજરાતના કાઠિયાવાડી ગધેડાની ભારે માંગ છે, અને તેમને સારા ભાવ મળી રહ્યા છે.
જેજુરીમાં ગધેડાની કિંમત તેમના પ્રકાર અને ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાંથી લાવવામાં આવેલા કાઠિયાવાડી ગધેડાનો ભાવ 50,000 રૂૂપિયાથી 1 લાખ રૂૂપિયા સુધીનો છે. તે જ સમયે, સ્થાનિક ગધેડા પ્રમાણમાં ઓછા ભાવે વેચાઈ રહ્યા છે, જેની કિંમત 25,000 રૂૂપિયાથી લઈને 50,000 રૂૂપિયાની વચ્ચે છે. આ કિંમત ગધેડાના દાંત અને તેની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે.જેજુરીના આ બજારમાં ગધેડાની કિંમત તેમના દાંત અને ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. બે દાંતવાળા ગધેડાને પદુવાનથ, ચાર દાંતવાળા ગધેડાને પચૌવનથ અને સારા દાંતવાળા ગધેડાને પઅખંડથ કહેવાય છે. ખાસ કરીને પઅખંડથ દાંત ધરાવતા ગધેડાની કિંમત વધારે હોય છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે ગધેડાની સંખ્યા ઓછી હોવાથી તેમને સારા ભાવ મળી રહ્યા છે.
માલેગાંવની શ્રી ક્ષેત્ર ખંડોબા યાત્રાને દક્ષિણ ભારતની મુખ્ય યાત્રા માનવામાં આવે છે, જ્યાં ગધેડાઓનું મોટું બજાર પણ ભરાય છે.
આ પરંપરા છેલ્લા 400 થી 500 વર્ષથી ચાલી આવે છે. આ યાત્રામાં ગધેડાનો વેપાર કેશલેસ રીતે થાય છે. વેપારીઓ ગધેડો ખરીદ્યા પછી બીજા વર્ષે પેમેન્ટ કરે છે.
વિચરતી જાતિના લોકોનો મુખ્ય વ્યવસાય
પૌષ પૂર્ણિમાએ આયોજિત આ યાત્રામાં રાજ્યભરમાંથી વિચરતી જાતિના લોકો ભાગ લે છે, જેમાં કોલ્હાટી, વૈદુ, બેલદાર, કુંભાર, ગાદીવદર, મોટીવદર, કૈકડી, મદારી, ગારૂૂડી, ઘીસાડી અને મકડવાલેનો સમાવેશ થાય છે. આ લોકો ખંડોબા દેવના દર્શનની સાથે ગધેડાની ખરીદી અને વેચાણ કરે છે. આ યાત્રા દરમિયાન ભક્તો અને વેપારીઓ આ પરંપરાગત બજારનો આનંદ માણી રહ્યા છે.