બ્રિટિશ યુગમાં આ રીતે વસતી ગણતરી થતી હતી પણ એ પછી માત્ર એસસી, એસટીની ગણના થાય છે
કેન્દ્રની મોદી સરકારે જાતિ ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. આ માંગણી ઘણા સમયથી ચાલી રહી હતી, હવે કેન્દ્રએ તેને લીલી ઝંડી આપી દીધી છે. મોટી વાત એ છે કે વિપક્ષ તેને પોતાની જીત તરીકે જોઈ રહ્યો છે. જયારે ભાજપ જ્ઞાતિ આધારિત વસ્તી સામે કોંગ્રેસના ભુતકાળમાં વિોધને આગળ ધરી રહ્યો છે. દેખીતી રીતે એક સામાજીક મુદ્દો રાજકીય બની ચુકયો છે.
જાતિ વસ્તી ગણતરીનો સીધો અર્થ એ છે કે દેશમાં કોઈ જાતિના કેટલા લોકો છે તેના સ્પષ્ટ આંકડા રજૂ કરવા જોઈએ. હવે દેશમાં પહેલા જાતિ વસ્તી ગણતરી થતી હતી પરંતુ પછી તેમાં ઓબીસીનો સમાવેશ થતો ન હતો. આવી સ્થિતિમાં જ્યારે પણ જાતિ વસ્તી ગણતરીની વાત થાય છે, ત્યારે સૌથી વધુ ચર્ચા એ થાય છે કે હવે દેશમાં ઓબીસી વર્ગ કેટલો મોટો થઈ ગયો છે, છેવટે આ સમાજના કેટલા લોકો દેશમાં રહે છે? આ વખતે પણ જાતિ વસ્તી ગણતરી કરવામાં આવશે, બધાની નજર ઓબીસીની ટકાવારી કેટલી છે તેના પર રહેશે. જાતિ વસ્તી ગણતરી બ્રિટિશ યુગ દરમિયાન શરૂૂ થઈ હતી. પહેલી જાતિ વસ્તી ગણતરી વર્ષ 1931 માં કરવામાં આવી હતી. બ્રિટિશ યુગમાં ભારતના લોકોને જાતિના આધારે જોવામાં આવતા હતા, તેથી આવી કોઈપણ વસ્તી ગણતરી તે સમયે ખૂબ સામાન્ય હતી. આમ ત એક વાત નક્કી કરવામાં આવી હતી કે, જાતિ વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવશે.
આવામાં આ પ્રક્રિયા 1941 માં પણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે આંકડા આગળ મૂકવામાં આવ્યા ન હતા. દલીલ એ હતી કે જાતિ આધારિત કોષ્ટક તૈયાર કરી શકાતું ન હતું, તેથી આંકડા પણ જાહેર કરવામાં આવ્યા ન હતા.
પછી દેશ સ્વતંત્ર થયો અને 1951 માં જાતિ વસ્તી ગણતરી ફરીથી હાથ ધરવામાં આવી. અહીં પહેલીવાર એક મોટો ખેલ રમાયો, આટલા મોટા સર્વેમાં ઓબીસી શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. વસ્તી ગણતરીમાં ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 2011 સુધી ચાલતું રહ્યું. વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ઓબીસી શ્રેણી વિશે વધુ માહિતી બહાર આવી ન હતી.
જ્યારે દેશમાં મંડલ કમિશન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે દેશમાં ઓબીસીની વસ્તી 52 ટકા છે.
પરંતુ તે સમયે વીપી સરકારે જે 52 ટકાનો આંકડો પહોંચ્યો હતો તે 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતો. આવામાં તેને કેટલી સચોટ ગણવી જોઈએ એ સૌથી મોટો પ્રશ્ન હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે દેશમાં ઓબીસીની વસ્તી પણ સમય જતાં બદલાઈ છે, તેમાં પણ ઘણો વધારો થયો છે તો 52 ટકાનો આંકડો કેટલો સચોટ ગણવો જોઈએ? હવે આ પ્રશ્ન સૌથી વધુ તે પક્ષો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જેઓ જાતિગત વસ્તી ગણતરી કરાવવા માંગતા હતા.
અનામત મર્યાદા વધી શકે છે?
જોકે સુપ્રીમ કોર્ટે પણ તેના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે. હવે અહીં જાતિગત વસ્તી ગણતરી વિશે વાત કરવી જરૂરી છે. તેનો વિરોધ કરનારાઓ માને છે કે જો ઓબીસીની વસ્તી વધુ નીકળશે તો 50 ટકાની મર્યાદા પણ તૂટી જશે. કેટલાક લોકો એવી દલીલ પણ કરે છે કે આવી કોઈપણ વસ્તી ગણતરી દેશમાં વધુ વિભાજન તરફ દોરી જશે.
