નસેડી પતિએ ઝેરી દવાનો ટેસ્ટ કરવાનું કહેતા પત્નીએ નશાની હાલતમાં પી લીધી

દારૂની કુટેવના કારણે અનેક લોકો નશામાં આત્મહત્યા અને જવલનશીલ પ્રવાહી પી લેતાં હોવાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ગોંડલના…

દારૂની કુટેવના કારણે અનેક લોકો નશામાં આત્મહત્યા અને જવલનશીલ પ્રવાહી પી લેતાં હોવાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ગોંડલના વાસાવડ ગામે ખેત મજુરી કરતાં શ્રમિક દંપતિએ સજોડે દારૂ પીધા બાદ પતિએ મશ્કરીમાં ઝેરી દવાનો ટેસ્ટ કરવાનું કહેતા પત્નીએ નશાની હાલતમાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ખેતમજુરી અર્થે આવેલી સેલબેન નાનુરામ થારેલા નામની 33 વર્ષની પરિણીતા મધરાત્રે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરતાં સુલતાનપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી લેનાર સેલબેન થારેલા મુળ મધ્યપ્રદેશની વતની છે અને તેણીને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. સેલબેન થારેલા પરિવાર સાથે વાસાવડ ગામે ખેતમજુરી અર્થે આવી છે. રાત્રીના સમયે સેલબેન અને તેના પતિ નાનુરામ થારેલાએ સજોડે દારૂ ઢીચ્યો હતો. દારૂના નશામાં પતિ નાનુરામ થારેલાએ ‘તુ ટેસ્ટ કર કેવો લાગે છે, તેવું કહેતા પત્નીએ દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સુલતાનપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *