કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ગોકલપર વાડી વિસ્તારમાં રહેતા પામીબેન સામતભાઈ ચાવડા નામના 41 વર્ષના મહિલાના પતિ થોડા સમય પૂર્વે કોરોના કાળમાં અવસાન પામ્યા હતા. આ પછી માનસિક રીતે અસ્વસ્થ રહેતા પામીબેને ગત તારીખ 26 મીના રોજ તેમની વાડીએ પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા રામભાઈ ગોગનભાઈ ખૂંટીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
વિજ પોલ પરથી પટકાયેલા યુવાનનું મોત
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વતની અમૃતભાઈ કનુભાઈ ભગોરા નામના 18 વર્ષના આદિવાસી યુવાન થોડા દિવસ પૂર્વે જી.ઈ.બી.ના થાંભલા સર્વિસિંગ કરતી વખતે આ વીજ પોલ પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને ખંભાળિયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ દિનેશભાઈ રણમલભાઈ ભગોરા (રહે. ભાટિયા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.