પત્નીએ પતિ પાસે મહિને રૂા.10 લાખનું ભરણપોષણ માંગ્યું, મામલો હાઈકોર્ટમાં

અમદાવાદટ્રાયલ કોર્ટે પત્નીને મહિને છ હજાર રૂૂપિયાનું ભરણપોષણ આપવા માટે વચગાળાનો આદેશ કરતા પત્ની હાઇકોર્ટ પહોંચી છે અને તેણે મહિને 10 લાખ રૂૂપિયાનું ભરણપોષણ માગ્યું…

અમદાવાદટ્રાયલ કોર્ટે પત્નીને મહિને છ હજાર રૂૂપિયાનું ભરણપોષણ આપવા માટે વચગાળાનો આદેશ કરતા પત્ની હાઇકોર્ટ પહોંચી છે અને તેણે મહિને 10 લાખ રૂૂપિયાનું ભરણપોષણ માગ્યું છે. હાઈકોર્ટે આ મામલે પતિ અને પત્ની બંનેને પાંચમી માર્ચે કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે. આ મામલે પત્નીનો દાવો છે કે પતિ પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરે છે અને એની આવક ખૂબ વધુ હોવા છતાં ખૂબ ઓછું ભરણપોષણ આપવામાં આવ્યું છે.
શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા દંપતીનો આ વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.

આ વિવાદમાં પતિએ છુટાછેટા માટે નીચલી અદાલત સમક્ષ કેસ કર્યો છે. જેમાં કોર્ટ સમક્ષ બંને પક્ષો એકબીજાની આવક અંગેના ડોક્યુમેન્ટ્સ દર્શાવી શક્યા નથી. બંનેએ પોતાની મિલકત અને દેવા સંદર્ભે સોગંદનામું કર્યું હતું. પતિનું વર્ષ 2021થી વર્ષ 2023 સુધીની ઈંઝ રિટર્ન કોર્ટ સમક્ષ મૂકાયું હતું. ટ્રાયલ કોર્ટે વચગાળાના ભરણપોષણ તરીકે પત્ની અને સગીર પુત્રી માટે માસિક કુલ છ હજાર રૂૂપિયા ચૂકવવા કહ્યું છે. જ્યારે પત્નીનું કહેવું છે કે, પતિએ પોતાનો માસિક ખર્ચ 75 હજાર અને આશ્રિતોનો ખર્ચ એક લાખ રૂૂપિયા બતાવ્યો છે. એ આશ્રિતોમાં પત્ની અને પુત્રીનો સમાવેશ થતો નથી.

પત્નીએ એવો દાવો પણ કર્યો છે કે, વર્ષ 2022- 23માં પતિની આવક 3.42 કરોડ હતી. પતિએ પૂર્વજોની એક મિલકત પણ વેચી નાખી છે, જેની અંદાજિત કિંમત રૂૂ. 150 કરોડ હોવાનું મનાય છે. પતિ પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરે છે. બીજી તરફ પતિનો દાવો છે કે, આ પ્રોપર્ટી તેના પૂર્વજોની છે. જે મામલે પત્નીએ બે સિવિલ કેસ પણ કર્યા છે. પત્નીને પણ એક પાર્ટી પ્લોટના ભાડા પેટે હજારોની આવક થાય છે.

અલબત્ત, પત્ની તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પાર્ટી પ્લોટ તેના પિતાનો છે અને એનાથી થતી આવક પણ પિતાની છે. બીજી તરફ પત્નીએ ભરણ પોષણ પેટે પોતાની માટે 7.50 લાખ અને પુત્રી માટે 2.50 લાખ રૂૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. આ રીતે તેણે મહિને 10 લાખ રૂૂપિયાનું ભરણપોષણ માગ્યું છે.
પત્નીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લે 13 નવેમ્બરે પતિ અને દીકરી મળ્યા હતા અને ટ્રાયલ કોર્ટમાં જ દીકરીનો જન્મદિવસ ઉજવાયો હતો. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, પ્રોપર્ટી બ્રોકર માસિક છ હજાર રૂૂપિયા ભરણ પોષણ ઓછું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *