વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર પરના તેમના નિવેદનની ભારે કિંમત ચૂકવવી પડી છે. સર્વોચ્ચ અદાલતે તેમને માત્ર ઠપકો જ આપ્યો નથી પરંતુ એમ પણ પૂછ્યું છે કે શું કોઈ તેમના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે આવું વર્તન કરે છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રાહુલ ગાંધીએ જવાબફદારીપૂર્વક નિવેદનો કરવા જોઈએ, તેમણે તેમના કદને ધ્યાનમાં રાખવું જોઈએ.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કોઈ પણ કિંમતે મજાક ના કરવી જોઈએ, આખરે શું કોઈ પોતાના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે આવો વ્યવહાર કરે છે? હવે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કેસમાં રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા, જેના કારણે તેમને પણ સુપ્રીમ કોર્ટના રોષનો સામનો કરવો પડ્યો હતો. સુનાવણી દરમિયાન, એક સમય એવો આવ્યો જ્યારે કોર્ટે પૂછવું પડ્યું કે કાલ સવારે કોઈ મહાત્મા ગાંધીને અંગ્રેજોનો વિશ્ર્વાસુ નોકર કહે તો શું થાય ?
હવે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભવિષ્યમાં આવા નિવેદનો ન કરવા ચેતવણી આપી છે કારણ કે કોર્ટ હવે આવા કેસમાં સુઓ મોટુ સંજ્ઞાન લેશે. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મળવાનું ચાલુ રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. આવી સ્થિતિમાં આ માનહાનિ કેસમાં રાહુલની મુસીબતો આગામી દિવસોમાં વધુ વધવાની છે.
