મોરબી, રાજકોટ, તક્ષશિલા, ખ્યાતિ કાંડ કે બરોડાની ઘટના વખતે કિર્તિદાન કયાં હતા?: ધીરુ ગજેરા

ગુજરાતમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને લઈને એક વિવાદ સામે આવ્યો છે. જી હા…સ્માર્ટ મીટર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરા પ્રહારો…

ગુજરાતમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને લઈને એક વિવાદ સામે આવ્યો છે. જી હા…સ્માર્ટ મીટર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરા પ્રહારો કર્યો છે. તેમણે જણાવ્યું કે પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય છે. તમને જણાવી દઈએ કે સ્માર્ટ મીટર સારુ હોવાનું કિર્તિદાન ગઢવીએ એક વીડિયો વાયરલ કરીને નિવેદન આપ્યું હતું.

સુરતમાં કિર્તીદાન ગઢવીનો સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ વાર કર્યો છે. સ્માર્ટ મીટરને સારુ ગણાવતા કિર્તીદાન પર ધીરુભાઈ ગજેરાએ પ્રહાર કરીને કહ્યું હતું કે, આ લોક કલાકાર ગુજરાતના લોકોનો અવાજ બન્યા નથી. પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે. આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી. તેમણે જણાવ્યુ હતું કે મોરબી કાંડ, રાજકોટ કાંડ, ખ્યાતિ કાંડ, સુરતનો તક્ષશીલા કાંડ હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આફતો હોય ત્યારે કીર્તિદાનભાઇ ગઢવી કયારેય ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવો મને ખ્યાલ નથી . પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી એ અયોગ્ય છે. પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ. માત્રને માત્ર નિર્માલ્ય થઇ અને સરકારની દલાલી કરવી એ મને અયોગ્ય દેખાય છે.

કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને લઈને નિવેદન આપ્યુ હતું કે નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાહ ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *