અગાઉ 11 ટ્રેનો અમદાવાદથી રાજકોટ લંબાવવાની કરેલી જાહેરાતનો અમલ ક્યારે ?

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે પ્રોજેક્ટ, નવી ટ્રેન સેવાઓ અને મુસાફરોની સુવિધાઓ વધારવા વિગતવાર ચર્ચા કરતાં રામભાઇ મોકરીયાએ જણાવેલ કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે…

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે પ્રોજેક્ટ, નવી ટ્રેન સેવાઓ અને મુસાફરોની સુવિધાઓ વધારવા વિગતવાર ચર્ચા કરતાં રામભાઇ મોકરીયાએ જણાવેલ કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે વિકાસને નવી ગતિ મળે તેવા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોને વધુ સુવિધાસભર રેલવે સેવાઓ પ્રાપ્ત થાય, નવી ટ્રેન સેવાઓ શરૂૂ થાય, રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થાય તેમજ ભારતીય રેલ્વે ના વિકાસકાર્યોમાં પ્રદેશને વધુ પ્રાથમિકતા મળે તે અંગે મુદ્દાસર રજૂઆત કરવામાં આવી રામભાઈ મોકરીયા એ અશ્વિની વૈષ્ણવ સાથે કરેલી મુલાકાત દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને રાજકોટ થી હરિદ્વાર જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ અઠવાડિયામાં એક જ ટ્રેન હોવાથી ટ્રેનમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ હોવાથી મુસાફરોને ખૂબ મુશ્કેલી પડતી હોવાથી આ ટ્રેન ડેઇલી ચાલુ કરવામાં આવે અથવા તો અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલુ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના લોકોને ખૂબ રાહત રહેશે તેમ જ અગાઉ 11 ટ્રેનો અમદાવાદ થી રાજકોટ લંબાવવાની જાહેરાત કરેલી તે ટ્રેનો વહેલી તકે અમદાવાદ થી રાજકોટ લંબાઇ જાય તેમ જ સૌરાષ્ટ્રના લોકોને સૌરાષ્ટ્ર મેલ સાંજના 16:30 વાગે ઉપડે છે તેને બદલે કોરોના પહેલાના સમયમાં સાંજના 17:45 વાગ્યે કે 18 વાગ્યાની આસપાસ કરવામાં આવે અને બોરીવલી ખાતે વહેલી સવારે 6:00 થી 7:00 વાગ્યાની વચ્ચે પહોંચે તે રીતે સૌરાષ્ટ્ર મેલ ચાલુ કરવા માટે તે ઉપરાંત દુરંતો ટ્રેનને બોરીવલી ખાતે સ્ટોપેજ નહીં હોવાથી લોકોને ખૂબ અગવડતા ઊભી થાય છે અને વિના કારણે મુંબઈ સેન્ટ્રલ તક જવું પડે છે તો આ દુરંતો ટ્રેનને બોરીવલી સ્ટેશન ખાતે એક મિનિટ કે બે મિનિટનો સ્ટોપેજ આપવા ખાસ રજૂઆત કરવામાં આવેલી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળી પ્રદેશના વિકાસ માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો અને ચાલી રહેલા તેમજ આવનારા રેલવે વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ રામભાઈ મોકરીયા ની વાતને હકારાત્મક લેતા ખૂબ આનંદની લાગણી ફેલાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *