જાપાનના ઓસાકામાં ટ્રસ્ટ રિંગ નામની એક ટેક્નોલોજી કંપની આપી રહી છે હેન્ગઓવર સિક લીવ, અનહેપી લીવ કે અપસેટ લીવ. જાપાનમાં વર્કફોર્સ ઘટી રહી છે એટલે પોતાને ત્યાં યુવાન લોકોને કામ કરવા માટે આકર્ષવા કંપનીએ આવી રજા જાહેર કરી છે. રાત્રે પાર્ટી કર્યા બાદ બીજા દિવસે સવારે હેન્ગઓવરને કારણે કર્મચારી મોડા આવી શકે છે અથવા થોડો સમય આરામ કરી રિફ્રેશ થઈને કામ શરૂૂ કરી શકે છે, એનાથી તેમની કામ કરવાની ક્ષમતા વધે છે.
કંપની સેલિબ્રિટી લોસ લીવ આપે છે જેમાં કર્મચારીના ફેવરિટ સ્ટાર કોઈ જાહેરાત કરે જેનાથી જો કર્મચારીને દુ:ખ થાય કે તે અપસેટ થઈ જાય તો તે રજા લઈ શકે છે. વર્કપ્લેસને વધુ અસરકારક અને રસમય બનાવવા કંપનીએ ઑફિસમાં ડ્રિન્ક્સ બાર પણ રાખ્યો છે.