વિશ્ર્વસ્થિતિ ગમે તે હોય, આપણી પ્રજાને મિનિમમ અસર હોવી જોઈએ

આવશ્યક ક્ષેત્રોની સપ્લાય ચેઈન અને અખાતમાં વસતા ભારતીયો વિશે વડાપ્રધાનની બે હાઈપ્રોફાઈલ મીટિંગ ખરીફ સિઝન માટે યુરિયા ઉત્પાદન જાળવવા હુકમ દેશના લોજિસ્ટિક ભંડારોની સમીક્ષા: જીવન…

આવશ્યક ક્ષેત્રોની સપ્લાય ચેઈન અને અખાતમાં વસતા ભારતીયો વિશે વડાપ્રધાનની બે હાઈપ્રોફાઈલ મીટિંગ

ખરીફ સિઝન માટે યુરિયા ઉત્પાદન જાળવવા હુકમ

દેશના લોજિસ્ટિક ભંડારોની સમીક્ષા: જીવન જરૂરિયાતો-સ્ટોક માટે ક્ધટ્રોલ રૂમો

કાળા બજાર અને ગેરકાયદે સંગ્રહ કરનારાઓ માટે વધુમાં વધુ કડક પગલાં

અફવાઓને કાને ન ધરો, સત્ય જાણો : લોકોને PMની તાકીદ

રાજ્યો સાથે સંકલન વધારવા કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓને સૂચના

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના કારણે ઊભી થતી આર્થિક અને લોજિસ્ટિક પડકારોની સમીક્ષા કરવાનો હતો. વડાપ્રધાને સ્પષ્ટ રીતે કહ્યું છે કે દુનિયાની પરિસ્થિતિઓ જે પણ હોય, તેની ભારતીય નાગરિકો પર ઓછામાં ઓછી અસર થવી જોઈએ.

બેઠકમાં ખેતી, ફર્ટિલાઇઝર, શિપિંગ અને એવિએશન જેવા મહત્વના ક્ષેત્રો પર વિગતે ચર્ચા કરવામાં આવી. સરકારનું સૌથી મોટું ધ્યાન જરૂૂરી ચીજવસ્તુઓની કિંમતોને નિયંત્રણમાં રાખવા પર છે. વડાપ્રધાને સૂચના આપી છે કે આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો સ્થિર રહે અને સપ્લાય ચેનમાં કોઈ વિઘ્ન ન આવે. આ માટે ક્ધટ્રોલ રૂૂમ પણ બનાવવામાં આવ્યા છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને કામ કરશે.
વડાપ્રધાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જથ્થાબંધ સંગ્રહ અને કાળાબજારી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સરકારની કોશિશ છે કે LPG અનેLNGની સપ્લાય માટે નવા રસ્તાઓ શોધવામાં આવે, જેથી ઈંધણની કિંમતો પર નિયંત્રણ રહી શકે.

ખેડૂતોને ફર્ટિલાઇઝરની અછત ન પડે, એ માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ખરીફ અને રવિ સીઝન માટે યુરિયા ઉત્પાદન જાળવી રાખવું અને વિદેશી સપ્લાયર્સ સાથે સંકલન વધારવા પર ભાર મૂકાયો છે. ઉપરાંત, વીજળીના સંકટથી બચવા માટે કોલસાના સ્ટોકની પણ સમીક્ષા કરવામાં આવી. રાહતની વાત એ છે કે દેશમાં પૂરતો કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવતા મહિનાઓમાં વીજળીની જરૂૂરિયાતો પૂરી પાડવા માટે પૂરતો છે. વડાપ્રધાને એ પણ કહ્યું કે જનતાને સાચી અને સચોટ માહિતી પહોંચે એ સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી યુદ્ધના માહોલમાં અફવાઓ અને ખોટી માહિતી ફેલાય નહીં.

વેસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટ ભારત માટે ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાડી દેશોમાં લાખો ભારતીયો કામ કરે છે, જેમની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નૌકાદળ અને વાયુસેનાની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી, જેથી કોઈ પણ ઇમરજન્સીમાં ઝડપી પગલાં લઈ શકાય. વડાપ્રધાને અધિકારીઓને સૂચના આપી છે કે દરેક બદલાતી પરિસ્થિતિ પર નજર રાખો અને રાજ્યો સાથે સંકલન જાળવો.

વિદેશમાં ફસાયેલા ભારતીયો કેવી રીતે સુરક્ષિત રહેશે?
બેઠકમાં એરસ્પેસની પ્રતિબંધો અને વિકલ્પી રૂૂટ્સ પર પણ ચર્ચા થઈ. વિદેશ મંત્રાલય સતત ત્યાંના દૂતાવાસો સાથે સંપર્કમાં છે. સરકારનું ધ્યાન એ પર છે કે જો તણાવ વધુ વધે, તો ભારતીયોને ત્યાંથી કેવી રીતે સુરક્ષિત રીતે બહાર લાવાશે તેનો પ્લાન તૈયાર રહે. સાથે, દેશમાં ઈંધણ અને ફર્ટિલાઇઝરની સપ્લાય યોગ્ય રીતે ચાલુ રહે એ માટે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *