માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે

બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…

બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી મેડમના ફેમિલી ડ્રામામાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અઢી મહિના પહેલાં બસપાનાં સર્વેસર્વા માયાવતીએ આકાશ આનંદ પાસેથી બસપાની બધી જવાબદારીઓ છિનવી લઈને નેશનલ કો-ઓર્ડિનેટર પદેથી તગેડી મૂક્યા હતા. માયાવતીએ એલાન કરેલું કે, આકાશ હવે મારો રાજકીય વારસ નથી અને પોતે હવે કોઈને પણ રાજકીય વારસ નહીં બનાવે. માયાવતીએ આકાશ આનંદની પક્ષવિરોધી હરકતો માટે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ અને તેની પત્ની ડો. પ્રજ્ઞા પર દોષનો ટોપલો ઢોળીને સિદ્ધાર્થ અને ડો. પ્રજ્ઞાને આડે હાથ લઈ લીધા હતા. એકાદ મહિના પહેલાં માયાવતીએ આકાશ આનંદને પાછો બહુજન સમાજ પાર્ટી (બસપા)માં લેવાની જાહેરાત કરી હતી અને મહિના પછી હવે આકાશ આનંદના હાથમાં બસપાની કમાન સોંપી દીધી છે.

સંગઠનાત્મક સુધારાના ભાગ રૂૂપે માયાવતીએ આખા દેશના સંગઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરીને ત્રણેય ઝોન માટે અલગ અલગ ટીમોની રચના કરવાનો આદેશ આપ્યો છે. દરેક ઝોન માટે એક નેશનલ કો-ઓર્ડિનેટર નીમવામાં આવ્યા છે. રામજી ગૌતમ, રણધીર બેનિવાલ અને રાજારામ એ ત્રણ નેશનલ કો-ઓર્ડિનેટર છે. માયાવતીએ સત્તાવાર રીતે જાહેરાત ભલે ન કરી પણ આકાશ આનંદ માયાવતીના રાજકીય વારસ અને બસપાના ભાવિ સર્વેસર્વા છે એ સ્પષ્ટ છે. આકાશ આનંદને સત્તાવાર રીતે સમગ્ર ભારતમાં પાર્ટી પ્રવૃત્તિઓ અને સંકલનને સુવ્યવસ્થિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેનો મતલબ એ થયો કે, તમામ પ્રાદેશિક એકમોએ આકાશ આનંદને જવાબ આપવાનો રહેશે.

માયાવતીની બસપા આમ તો ડૂબતું વહાણ છે તેથી બસપામાં થતા ફેરફારોથી રાષ્ટ્રીય રાજકારણમાં કે બસપાનો સૌથી વધારે પ્રભાવ છે એ ઉત્તર પ્રદેશમાં પણ બહુ ફરક ના પડે છતાં માયાવતીએ લીધેલા નિર્ણયે ચર્ચા જગાવી છે. તેનું કારણ એ કે, યુપીમાં હજુ બસપા પાસે દસેક ટકાની મતબેંક છે. યુપીમાં 2027ના માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી છે તેમાં આ 10 ટકાની મતબેંક નિર્ણાયક સાબિત થવાની છે તેથી બસપા હવે પછી કઈ તરફ વળે છે એ મહત્ત્વનું છે. માયાવતી સર્વેસર્વા હતાં ત્યારે તો સવાલ જ નહોતો કેમ કે માયાવતીએ બસપાને ભાજપની બી ટીમ બનાવી દીધી છે પણ આકાશ આનંદ બસપાને ફરી બેઠી કરવા મથી રહ્યા છે. આ સંજોગોમાં માયાવતી અને આકાશ આનંદ વચ્ચે ફરી ટકરાવ થશે કે આકાશ આનંદ સાવ શરણાગતિ સ્વીકારીને ભાજપને ફાયદો કરાવવાની માયાવતીની વ્યૂહરચનાને વળગી રહેશે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *