રજનીકાંત અને કમલ હસન જે ન કરી શક્યા તે કમાલ વિજયે કરી!

પોતાની પાછલી પાંચ વરસની ટર્મમાં કેન્દ્ર સરકાર અને રાજયપાલને શિંગડા ભરાવી નિરંતર વિવાદમાં રહેલા એમ.કે. સ્ટાલીેન પર પરાજયનો ઘેરો પડછાયો પડતા અને અભિનેતા વિજયની મહત્તમ…

પોતાની પાછલી પાંચ વરસની ટર્મમાં કેન્દ્ર સરકાર અને રાજયપાલને શિંગડા ભરાવી નિરંતર વિવાદમાં રહેલા એમ.કે. સ્ટાલીેન પર પરાજયનો ઘેરો પડછાયો પડતા અને અભિનેતા વિજયની મહત્તમ બેઠકો પર આગે કુચ દેખાતા તામિનાડુના રાજકારણમાં પણ ભુકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. તામિલનાડુમાં 109 બેઠકો પર અભિનેતા વિજયની પાર્ટી આગળ છે. જયારે એમ.કે. સ્ટાઇલીન માત્ર પોતાના 60 ઉમેદવારો સાથે આગળ ચાલી રહ્યા છે. જે આગળ ખરેખર તો પાછળ છે. તામિલનાડુમાં રજનીકાંતના અને કમલ હાસન જેવા અભિનેતનઓ જે ન કરી શકયા તે કમાલ અભિનેતા વિજયે કરી બતાવી છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલાં, સોશિયલ મીડિયા પર ફરતા એક જૂના ફોટોગ્રાફે અચાનક રાજ્યમાં રાજકીય ગરમી વધારી દીધી હતી. આ તસવીરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પીઢ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય (થલાપતિ વિજય) એકસાથે જોવા મળે છે. જોકે આ તસવીર પોતે જૂની છે, તેના સમયને કારણે રાજકીય વર્તુળોમાં અટકળોનો નવો દોર શરૂૂ થયો હતો. ભાજપની દરખાસ્ત છતાં વિજયે પોતે એકલે હાથે લડવાની જાહેરાત કરી હતી.

આ વાયરલ ફોટોગ્રાફમાં, વિજય વડા પ્રધાન મોદી સાથે નોંધપાત્ર રીતે સૌહાર્દપૂર્ણ મુદ્રામાં દેખાય છે. આ તસવીર ઇન્ટરનેટ પર ફરી આવતાની સાથે જ, ચાહકો અને રાજકીય વિશ્ર્લેષકોએ તેને ભવિષ્યના જોડાણના સંભવિત સંકેત તરીકે અર્થઘટન કરવાનું શરૂૂ કર્યું હતું. પરંતુ પરિણામોએ અભિનેતા વિજયની એકલાની લોકપ્રિયતા અને રાજકીય નેતૃત્વ પ્રગટ કરી દીધા છે.

તાજેતરના વર્ષોમાં તમિલનાડુમાં વિજયનો રાજકારણમાં પ્રવેશ સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંનો એક છે. લાંબા સમયથી દ્રવિડ રાજકારણનું પ્રભુત્વ ધરાવતા આ રાજ્યમાં, વિજય તેમની પાર્ટી, ટીવીકે સાથે એક ઉભરતી નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *