અલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાત

આવનારા સમયમાં દેશનું 29મુ રાજ્ય બનશે ભીલ પ્રદેશ આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા…

આવનારા સમયમાં દેશનું 29મુ રાજ્ય બનશે ભીલ પ્રદેશ

આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા આ કાર્યક્રમમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ નવા સંગઠન બનાવવાનો પણ હુંકાર કર્યો હતો.


આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે ડેડિયાપાડામાં યોજાયેલ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ કહ્યું કે, આવનારા સમયમાં દેશનું અલગ 29મુ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું.


વધુમાં આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, અમારા જીવનકાળ દરમિયાન જ અમે સાથે મળીને ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને જ રહીશું, એવું અમે આજે સંકલ્પ કર્યો છે. જે સમાજ એમને ચુંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે સમાજનો અમે અવાજ બનીએ છીએ. આઝાદીથી લઈને વર્તમાન સુધી હંમેશા આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ માટે આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી છે. આદિવાસી લોકોનો વિકાસ ક્યારે થશે? ક્યાં સુધી આદિવાસી સમાજ આંદોલન કરશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *