વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત જીવનમાં જે કંઈ કરે છે એના પર ફેન્સની ખૂબ બારીકીથી નજર હોય છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક ફોરેનર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્એન્સરની પોસ્ટ લાઈક કરતા સમગ્ર વિષય ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર રીએક્શનની જાણે સુનામી ઊઠી હોય એવો માહોલ જોવા મળ્યો છે.
આ વિષય પર હવે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલે રીએક્શન આપ્યું છે. અમિષા પટેલે વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે. અમિષા પટેલે કહ્યું હતું કે, કોઈને લાઈક્સ કરવું કંઈ પાપ નથી.વિરાટ કોહલીએ તાજેતરમાં જર્મનીની ઈન્ફ્લુએન્સર લિજલૈજની 30 જાન્યુઆરીની પોસ્ટ પર લાઈક કર્યું છે.
અહીંયા જોવાની વાત તો એ છે કે વિરાટ કોહલી લિઝલાઝને ફોલો નથી કરતો અને તેમ છતાં તેની પોસ્ટ પર કોહલીની લાઈક દેખાતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફેન્સ માની રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ અથવા ભૂલથી આ લાઈક થઈ હોઈ શકે છે. ઘણા યુઝર્સે મજાકમાં લખી રહ્યા છે કે કોઈ અનુષ્કાભાભીને બોલાવો તો વળી કેટલાક ફેન્સ તેને જૂના અવનીત કૌરવાળા કિસ્સા સાથે જોડી રહ્યા છે જેમાં કોહલીએ પાછળથી સફાઈ આપવી પડી હતી.
જેનિફર તરીકે ઓળખાતી લિઝલાઝ કોણ છે એની તો જર્મન-દક્ષિણ આફ્રિકન ડિજિટલ ક્રિએટર છે. તેણે મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે અને તે ટ્રાવેલિંગ તથા કલ્ચર સંબંધિત વીડિયો બનાવે છે. તે ઘણીવાર મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેતી રહે છે અને હિન્દી ભાષાના પ્રયોગ સાથેના વિડીયો માટે જાણીતી છે.
