નિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયા

મહાન ખેલાડી, શાનદાર સફર, નવી પેઢીના બોલર માટે આઈકોન જેવા શબ્દોથી દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને…

મહાન ખેલાડી, શાનદાર સફર, નવી પેઢીના બોલર માટે આઈકોન જેવા શબ્દોથી દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી

ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. અનુભવીઓએ અશ્વિનને નિવૃત્તિ પર અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. અશ્વિનની નિવૃત્તિ બાદ વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો, જ્યારે દિનેશ કાર્તિકે અશ્વિન સાથે રમવામાં પોતાના ગર્વની વાત કરી હતી. હરભજન સિંહે અશ્વિનના સિરીઝની વચ્ચે નિવૃત્તિ લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અશ્વિન સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, અમે ઘણા વર્ષોથી સાથે રમ્યા છીએ અને ઘણી યાદો બનાવી છે જેને હું હંમેશા યાદ રાખીશ. તમે પહેલી જ મેચથી મેચ વિનર છો અને તમામ યુવા બોલરો પર કાયમી છાપ છોડી છે. મને ખાતરી છે કે અમારી પાસે ક્લાસિક અશ્વિન એક્શન સાથે આવનારા ઘણા યુવા બોલરો હશે. તમે ભારતીય ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટના સાચા ઓજી અને લિજેન્ડ છો અને આ ટીમ તમને યાદ કરશે. તમને અને તમારા પ્રિય પરિવારને આવનાર સમય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


અશ્વિનની નિવૃત્તિ પર વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો. તેણે લખ્યું, હું તમારી સાથે 14 વર્ષ રમ્યો અને જ્યારે તમે મને કહ્યું કે તમે સંન્યાસ લઈ રહ્યા છો, ત્યારે હું થોડો ભાવુક થઈ ગયો. તમારી સાથે રમવાની બધી યાદો સામે આવી. મેં તમારી સાથે પ્રવાસની દરેક ક્ષણો માણી છે. તમને ભારતીય ક્રિકેટના દિગ્ગજ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તમને અને તમારી નજીકના લોકો માટે ખૂબ આદર અને ખૂબ પ્રેમ. દરેક વસ્તુ માટે આભાર મિત્ર.


યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, વેલ પ્લેયડ એશ અને શાનદાર સફર માટે અભિનંદન. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને ફસાવી દેવાથી લઈને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મક્કમ રહેવા સુધી, તમે ટીમ માટે એક મહાન ખેલાડી રહ્યા છો. નવી સફરમાં આપનું સ્વાગત છે.


ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે લખ્યું, શાનદાર કારકિર્દી માટે અભિનંદન, એશ! તમારું કૌશલ્ય, નિશ્ચય અને રમત પ્રત્યેના જુસ્સાએ અમને બધાને પ્રેરણા આપી છે. તમારી સાથે ફિલ્ડ અને ડ્રેસિંગ રૂૂમ શેર કરવો એ સન્માનની વાત છે. આગામી સમય માટે તમને શુભેચ્છાઓ.


ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું, હેય એશ, શાનદાર કારકિર્દી માટે અભિનંદન, ઓલ્ડ બોય. કોચ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન તમે અમૂલ્ય સંપત્તિ હતા અને તમારા કૌશલ્ય અને હસ્તકળાથી રમતને ખૂબ સમૃદ્ધ બનાવી હતી. ભગવાન તમારું ભલું કરેથ.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ નિવૃત્તિ બાદ અશ્વિન માટે પોસ્ટ કરી હતી. ગંભીરે એક્સ પર લખ્યું, પતમને યુવા બોલરથી આધુનિક ક્રિકેટના મહાન ખેલાડી બનતા જોવાનો વિશેષાધિકાર હું ક્યારેય ભૂલીશ નહીં. મને ખબર છે કે આવનારી પેઢીના બોલરો કહેશે કે હું અશ્વિનને કારણે બોલર બન્યો! ભાઈ તમારી યાદ આવશે.
એક ૠઘઅઝ નિવૃત્ત થાય છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે અશ્વિન માટે લખ્યું, પશાનદાર કારકિર્દી માટે શાબાશ. મને તમારી સાથે રમવાનો ગર્વ છે. તમિલનાડુ માટે રમનાર તમે ચોક્કસપણે મહાન ખેલાડી છો. રહાણેએ અશ્વિન માટે લખ્યું, અકલ્પનીય સફર માટે અભિનંદન. જ્યારે તમે બોલિંગ કરો છો ત્યારે સ્લિપ પર ક્યારેય નીરસ ક્ષણ આવી ન હતી, દરેક બોલ તકની રાહ જોઈ રહી હોય તેવું લાગતું હતું. તમારા આગામી પ્રકરણ માટે શુભેચ્છાઓ.

હરભજને સવાલ ઉઠાવ્યા
હરભજન સિંહે શ્રેણીની વચ્ચે અશ્વિનના નિવૃત્તિના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શ્રેણીની મધ્યમાં અશ્વિનનો નિર્ણય દર્શાવે છે કે તે જાણતો હતો કે તે આવનારી મેચોમાં પણ ટીમની બહાર થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ આગામી મેચોમાં અશ્વિનને લેવાનું વિચારી રહ્યું ન હતું. જો કે, હરભજને એમ પણ કહ્યું કે અશ્વિને નિવૃત્તિના નિર્ણય વિશે કાળજીપૂર્વક વિચાર્યું હોવું જોઈએ.

જિંદગી રેસ નથી, અશ્ર્વિનની નિવૃત્તિ પર બીસીસીઆઈનો ખાસ વીડિયો
રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે અશ્વિનની નિવૃત્તિ બાદ બીસીસીઆઈ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે જીવન વિશે વાત કરી છે. અશ્વિને કહ્યું કે જીવન કોઈ રેસ નથી. વીડિયોમાં અશ્વિને જીવનના અનેક પાસાઓ વિશે વાત કરી હતી. વીડિયોની શરૂૂઆતમાં અશ્વિને કહ્યું, મારા માટે જીવન અને ટેસ્ટ ક્રિકેટ ખૂબ સમાન છે. આર અશ્વિન ઓર્ગેનિક છે. તેણે આગળ કહ્યું, શેન વર્ને કહ્યું હતું કે સારા ક્રિકેટરો, ખૂબ જ સારા ક્રિકેટરોને તેમની આખી કારકિર્દીમાં 30-40 ટકા સફળતા મળે છે. હું કહીશ કે રમતમાં સૌથી મોટો બ્રેક રમતમાં જ હતો. અશ્વિને વધુમાં કહ્યું, અસલ જિંદગીમાં એક રેસ નથી, તે તમારી પોતાની શરતો પર જીવન જીવવા અને તમે જે હાંસલ કર્યું અથવા નિષ્ફળ ગયા તેનાથી ખુશ રહેવા વિશે છે. જ્યારે મેં મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂૂઆત કરી ત્યારે મને ખબર નહોતી કે હું 100 ટેસ્ટ મેચ રમીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *