અનુષ્કા શર્મા હાલ પતિ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં મેચ રમી રહી છે. બંનેએ એકસાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ કર્યું હતું, જેનો વીડિયો સામે આવ્યો છે. બંનેએ એકબીજા સાથે લેટ નાઈટ વોક કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
વિરાટનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર્સ તેમના બાળકોના ફોટા ક્લિક કરી રહ્યા હતા ત્યારે વિરાટે તેમને ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ તેમની પરવાનગી વિના બાળકોના ફોટા લઈ શકતા નથી. આ અંગે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.
