પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી. શરૂઆતમાં, પોલીસે પ્રદર્શનકારીઓને એક જગ્યાએ વિરોધ કરવા કહ્યું, પરંતુ અચાનક પ્રદર્શનકારીઓની ર્દિષ્ટ સ્થળથી આગળ વધવા લાગ્યા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું.
https://x.com/PTI_News/status/1909586021181767777
જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણ શરૂ થયું. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો.
આ અથડામણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, જ્યારે વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે વક્ફ સુધારા બિલ પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 હજુ પણ જામ છે અને ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડી રહ્યો છે. પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદર્શનકારીઓનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.