મેક્સિકોની જેલમાં હિંસા 10ના મોત, 16 કેદી ઘાયલ

મેક્સિકોના સિનોલોઆ રાજ્યની એક જેલમાં કેદીઓ વચ્ચે અચાનક હિંસક અથડામણ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ 10 લોકોનાં મોત થયા છે, જ્યારે…

મેક્સિકોના સિનોલોઆ રાજ્યની એક જેલમાં કેદીઓ વચ્ચે અચાનક હિંસક અથડામણ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 કેદીઓ ઘાયલ થયા છે. મૃતકોમાં એક સગીર વયનો યુવક પણ સામેલ છે, જે જેલમાં એક કેદીને મળવા માટે આવ્યો હતો. ઘટનાને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા અને ગુનાહિત જૂથો વચ્ચેના સંઘર્ષને લઈને ચિંતા વધી છે.

સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, ગુરુવારે જેલ પરિસરમાં કેદીઓ વચ્ચે અચાનક હિંસા ફાટી નીકળી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે 10 લોકોનાં મોત થયા હતા. સિનોલોઆના જાહેર સુરક્ષા સચિવ સિનુએ ટેલેસે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ દ્વારા ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હિંસામાં નવ કેદીઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત, એક કેદીને મળવા આવેલા સગીરનું પણ મૃત્યુ થયું હતું. અથડામણમાં ઘાયલ થયેલા 16 કેદીઓને સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હિંસા કયા કારણોસર શરૂૂ થઈ અને તેમાં કયા જૂથો સામેલ હતા, તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.

મેક્સિકોનું સિનોલોઆ રાજ્ય ડ્રગ્સની હેરાફેરી અને ગુનાહિત જૂથો વચ્ચેના સંઘર્ષ માટે જાણીતું છે. અહીં ડ્રગ કાર્ટેલ વચ્ચે વર્ચસ્વ મેળવવાની લડાઈને કારણે અનેક વખત હિંસક ઘટનાઓ બની છે. જેલોમાં પણ કેદીઓ વચ્ચેની જૂથબંધી સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂૂપ બની રહે છે. જોકે, હાલની ઘટનામાં ડ્રગ કાર્ટેલની સીધી ભૂમિકા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *