ચૂંટણી બાદ બંગાળમાં હિંસા, 4 કાર્યકરોના મોત

TMCના એક કાર્યાલયમાં આગ ચંપી, એક કાર્યાલય ઉપર બુલડોઝર ફેરવી દીધું, મુર્શિદાબાદમાં ટોળાએ લેનિનની પ્રતિમા તોડી પાડી, પાંચ જિલ્લામાં આગજની-તોફાનો   સમગ્ર પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય…

TMCના એક કાર્યાલયમાં આગ ચંપી, એક કાર્યાલય ઉપર બુલડોઝર ફેરવી દીધું, મુર્શિદાબાદમાં ટોળાએ લેનિનની પ્રતિમા તોડી પાડી, પાંચ જિલ્લામાં આગજની-તોફાનો

 

સમગ્ર પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષનો વિધાનસભા ચુંટણીમાં વિજય થયા પછી પરાજિત તુણમુલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આઘાતમાં તોફાન મચાવવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા વિજયના મદમાં ધમાલ મચાવવવાના અનેક કિસ્સાસો રાજયભરમાં સામે આવ્યા છે. આ હિંસામાં ચાર કાર્યકરોના મોત નિજયા છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે રાજયના મુખ્ય સચિવ અને મુખ્ય ચુંટણી કમિશનરે સવારે ઉચ્ચસ્તરે મિટિંગ યોજી હતી. રાજયના બિરભુમ, દક્ષિણ ચોવીસ પરગણા, હાવરા, નાદીયા અને બાંગપુરા જિલ્લામાં હિંસા ફેલાઇ છે. વિવિધ ઘટનાઓમાં કુલ ચાર કાર્યકરોના મોત થયા છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં તીવ્ર હિંસા અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. ભાજપની વિજયની ઉજવણી વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના અનેક કાર્યાલયો પર હુમલા, આગજની અને બુલડોઝર વડે તોડફોડના કિસ્સા સામે આવ્યા છે. આસનસોલ અને કોલકાતાના ન્યૂ માર્કેટ-હોગ માર્કેટ વિસ્તારમાં સૌથી વધુ તનાવ જોવા મળ્યો છે. આજે સવારે મુર્શિદાબાદમાં એક તોફાની ટોળાએ લેનિનની પ્રતિમા તોડી પાડી હતી.

આસનસોલના કોર્ટ મોડ પર ટીએમસીના વોર્ડ નંબર 53ના પાર્ષદ મૌસુમી બોસના કાર્યાલયમાં રાત્રે આગ લગાવી દેવામાં આવી. આગ એટલી તીવ્ર હતી કે આખું કાર્યાલય રાખ થઈ ગયું અને આસપાસની એક દુકાનને પણ નુકસાન પહોંચ્યું. સ્થાનિક દુકાનદારો અને ઇઉંઙ વિધાયક કૃષ્ણેન્દુ મુખર્જીએ ઘટનાની નિંદા કરી છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે.

કોલકાતાના વ્યસ્ત હોગ માર્કેટ-ન્યૂ માર્કેટ વિસ્તારમાં બુલડોઝર લઈને આવેલા સમૂહે ટીએમસીના યુનિયન કાર્યાલયને તોડી પાડ્યું. આ કાર્યવાહીથી વેપારીઓમાં ભારે દહેશત ફેલાઈ અને અનેક દુકાનો અચાનક બંધ કરવી પડી. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આને ‘પરિવર્તન’ની ઉજવણી તરીકે વર્ણવ્યું અને નિંદા કરી. ટીએમસી નેતા ડેરેક ઓ’બ્રાયને આને પોલીસની મંજૂરીથી કરવામાં આવેલી ‘ગુંડાગર્દી’ ગણાવી.

હિંસામાં અત્યાર સુધીમાં ચાર કાર્યકર્તાઓની હત્યાના કિસ્સા સામે આવ્યા છે. બીરભૂમના નાનુરમાં ટીએમસી કાર્યકર્તા અબીર શેખની હત્યા કરવામાં આવી, જ્યારે ન્યૂ ટાઉનમાં બીજેપી કાર્યકર્તા મધુ મંડલની હત્યા થઈ. અન્ય ઘટનામાં હાવરાના ઉદયનારાયણપુરમાં ભાજપના યાદવબાર અને કલકતાના ટીએમસીના વિશ્ર્વજીત પટનાયકના મોત નિપજયા છે.

TMCએ BJP પર ‘બુલડોઝર રાજનીતિ’ અને સંગઠિત હુમલાઓનો આરોપ મૂક્યો છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટનાઓમાં મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજી તરફ, બીજેપી નેતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે આ છૂટાછવાઈ ઘટનાઓ છે અને ટીએમસી તેમને જ જવાબદાર ઠેરવશે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ચૂંટણી પંચની સખ્તીથી મુખ્ય ચૂંટણી કમિશનર નેતૃત્વમાં પંચે રાજ્યના મુખ્ય સચિવ, DGP અને અન્ય અધિકારીઓને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવા આદેશ આપ્યા છે. હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.

સંદેશખાલીમાં ફાયરિંગ: 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ સંદેશખાલીમાં તીવ્ર હિંસા ફાટી નીકળી છે. મંગળવારે રાત્રે નજાત પોલીસ સ્ટેશન હેઠળના બામન ઘેરી વિસ્તારમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાદળની પેટ્રોલિંગ ટીમ પર અજાણ્યા આરોપીઓએ ફાયરિંગ કર્યું. આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં નજાત પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ ભારત પુરકાઇત, રાજબારી આઉટપોસ્ટના ભાસ્વત ગોસ્વામી, એક મહિલા પોલીસ અધિકારી અને બે CRPF જવાનો સામેલ છે. તમામને પ્રથમ મિનાખા રૂૂરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને પછી કોલકાતાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી ક્રુડ બોમ્બ અને અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સંદેશખાલી વિસ્તારમાં તનાવ વધ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *