બાંગ્લાદેશમાં ફરી હિંસા: યુનુસના ઘરમાં આગચંપી, 28 જિલ્લામાં બોંબધડાકા

  બાંગ્લાદેશ ફરી એકવાર ભીષણ રાજકીય હિંસા અને આગચંપીની આગમાં લપેટાયું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા ’લોકડાઉન’ પૂર્વે…

 

બાંગ્લાદેશ ફરી એકવાર ભીષણ રાજકીય હિંસા અને આગચંપીની આગમાં લપેટાયું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા ’લોકડાઉન’ પૂર્વે દેશભરમાં ભારે બબાલ મચી ગઈ છે. રાજધાની ઢાકા સહિત દેશના અનેક ભાગોમાં દેશી બોમ્બના ધડાકા અને તોડફોડના બનાવો સામે આવ્યા છે.

છેલ્લા બે દિવસમાં ઉપદ્રવીઓએ ચટગાંવના પાંચલાઈસ વિસ્તારમાં આવેલા વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુરમાં યુનુસની ’ગ્રામીણ બેંક’ની અનેક શાખાઓને પણ આગના હવાલે કરવામાં આવી છે. બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકરોએ પણ ઢાકામાં અવામી લીગના બે નેતાઓના ઘર પર હુમલો કરી આગ લગાવી હોવાના અહેવાલ છે.

બાંગ્લાદેશના કુલ 64 વહીવટી જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં ડઝનબંધ દેશી બોમ્બ ફૂટ્યા છે અને અનેક વાહનોને ફૂંકી મારવામાં આવ્યા છે. પશ્ચિમી નરાઈલ જિલ્લામાં BNPની રેલી પર અવામી લીગના કાર્યકરોના હુમલામાં સત્તાધારી પક્ષના બે સ્થાનિક નેતાઓના મોત થયા છે. આ ઉપરાંત ફરીદપુર અને પિરોજપુરમાં એક ઇગઙ નેતા અને એક પરિવહન કર્મચારીનું મોત નિપજ્યું છે, જ્યારે ઢાકામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે.

બુધવારે રાત્રે વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને ’આતંકવાદી સંગઠન’ અને ’પરાજિત ફાસીવાદી તાકાત’ ગણાવી લોકતાંત્રિક દળોને એકજૂટ થવા અપીલ કરી હતી. તેમણે સાંસદોને માત્ર સરકારી તંત્ર પર નિર્ભર ન રહેતા રસ્તા પર ઉતરવા આહ્વાન કર્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા ગોપાલગંજ સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં ’બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ (ઇૠઇ) ના હજારો જવાનો તૈનાત કરાયા છે. પોલીસે 24 કલાકના ઓપરેશનમાં એકલા ઢાકામાંથી હસીના કેબિનેટના પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઇસ્લામ નાહિદ સહિત 565 લોકોની ધરપકડ કરી છે.

શેખ હસીનાની વાપસીની જાહેરાતથી ભડકી આગ
5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા ગુમાવીને ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાને ગત વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાની વરસી નિમિત્તે અવામી લીગે લોકડાઉનનું એલાન આપ્યું છે. આ મહિનાની શરૂૂઆતમાં હસીનાએ ફાંસીની સજા છતાં ગમે તે ભોગે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી, ત્યારથી દેશમાં તણાવ વધી ગયો છે. મંગળવારે તેમના વતન તુંગીપારામાં 30 સમર્થકોની ધરપકડ બાદ ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લેતા પોલીસે થાણું ખાલી કરવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *