મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં નાશકારક પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂૂ અને નોનવેજનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તઅને ગેરકાયદે ધંધા કરનારા શખ્સો ધમકીઓ આપતા હોય છે જેથી ગામના લોકોએ પોલીસ અને કલેક્ટરને આવેનદપત્ર આપીને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે નહિતો લોકો જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, બેલા ગામની સીમમાં દારૂૂ અને નોનવેજનું ગેરકાયદ વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને આ ગોરખધંધા કરનારા શખ્સોને તેના ધંધા બંધ કરવાનું કહેવામા આવે તો તેઓ દ્વારા લોકોને એક્સીડેન્ટ કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ગામના લોકોએ કલેકટર અને પોલીસને આવેદન પત્ર આપ્યું છે અને સાત દિવસમાં આ દારૂૂ અને નોનવેજનું વેચાણ બંધ કરાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવું છે જો પોલીસ કે તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા દારૂૂના હાટડા અને નોનવેજનું વેચાણ થતું હોય ત્યાં જનતા રેડ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.