ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યો

ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે…

ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે કડક દંડના પગલાં સહિત લગભગ દોઢ ડઝન ફેરફારો રજૂ કરવામાં આવ્યા.

ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (સુધારા) વટહુકમ, 2026, રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) ની સંમતિ મળ્યા પછી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો. રાજ્ય સરકારે યુસીસી 2024 માં જરૂૂરી સુધારા માટે આ વટહુકમ અમલી બનાવ્યો છે.અધિકારીઓના મતે, સુધારાઓનો ઉદ્દેશ્ય UCC ની જોગવાઈઓને સ્પષ્ટ, વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવા, વહીવટી કાર્યક્ષમતાને મજબૂત બનાવવા અને નાગરિકોના અધિકારોનું વધુ સારું રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. ભાજપ શાસિત રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સવારે પત્રકારોને કહ્યું હતું. કે આ કાયદાનો કડક અમલ કરવા માટે રાજ્ક્ષની વિવિધ કાનુની, ન્યાયીક અને વહીવટી પાંખોને તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *