USAના બેટ્સમેન એરોન જોન્સ મેચ ફિક્સિગંમાં સસ્પેન્ડ

T20 વર્લ્ડ કપ પહેલાં યુએસએને ઝટકો ICC એ બુધવારે યુએસએના બેટ્સમેન એરોન જોન્સને કામચલાઉ સસ્પેન્ડ કર્યો. તેના પર સંબંધિત અધિકારીઓને ભ્રષ્ટ અભિગમની જાણ કરવામાં નિષ્ફળ…

T20 વર્લ્ડ કપ પહેલાં યુએસએને ઝટકો

ICC એ બુધવારે યુએસએના બેટ્સમેન એરોન જોન્સને કામચલાઉ સસ્પેન્ડ કર્યો. તેના પર સંબંધિત અધિકારીઓને ભ્રષ્ટ અભિગમની જાણ કરવામાં નિષ્ફળ રહેવા અને કથિત ગુનાની તપાસમાં સહકાર આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ બુધવારે બાર્બાડોસમાં આયોજિત 2023-24 BIM10 લીગ દરમિયાન કથિત ફિક્સિંગ માટે યુએસએના બેટ્સમેન એરોન જોન્સને કામચલાઉ સસ્પેન્ડ કર્યો હતો.

જોન્સ 2024 T20 વર્લ્ડ કપ ડેબ્યૂમાં સુપર 8 તબક્કામાં પહોંચેલી યુએસ ટીમનો ભાગ હતો. તેના પર સંબંધિત અધિકારીઓને ભ્રષ્ટ અભિગમની જાણ કરવામાં નિષ્ફળ રહેવા અને કથિત ગુનાની તપાસમાં સહકાર આપવામાં નિષ્ફળ રહેવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ICC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ખેલાડી એરોન જોન્સ પર ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ અને ICC ભ્રષ્ટાચાર વિરોધી કોડના પાંચ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ આરોપો મુખ્યત્વે 2023-24 BIM10 ટુર્નામેન્ટ સાથે સંબંધિત છે. ICC અનુસાર, જોન્સને તાત્કાલિક અસરથી ક્રિકેટના તમામ સ્વરૂૂપોમાંથી કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને 28 જાન્યુઆરી, 2026 થી 14 દિવસની અંદર આરોપોનો જવાબ આપવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *