અમેરિકાની સીએટલ કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતાં બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. અદાલતે આગળની કાનુની કાર્યવાહી બાકી હોય ઓર્ડર સામે 14 દિવસનો સ્ટે આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવા પ્રમુખ ટ્રમ્પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોની અમેરિકન નાગરિકતા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા-પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. જોકે કોર્ટે ટ્રમ્પના આદેશને સ્પષ્ટરૂૂપે ગેરબંધારણીય ગણાવી દેતાં તેના પર સ્ટે આપી દીધો હતો.
બર્થરાઈટ સિટીઝનશિપ અંગે ટ્રમ્પના ચુકાદા વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુનાવણી બાદ અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જોન કોફરને ટ્રમ્પને આ આદેશને લાગુ કરતા અટકાવી દીધા છે. કોર્ટે કહ્યું કે ટ્રમ્પના આ ફરમાન પર અસ્થાયીરૂૂપે રોક લગાવવામાં આવી રહી છે. દલીલો દરમિયાન ન્યાયાધીશ કોગનૈરે વહીવટીતંત્રના વકીલને પુછ્યું હતું કે, એક્ઝિક્યુટીવ ઓર્ડરનો મુસદો તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેઓ ક્યાં હતાં ? આવો આદેશ બંધાણી હોવાના તેમના દાવાબદલ તેમને દંડ પણ ફટકાર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના આદેશથી એવા લોકોને અસર થઇ હોત જેમની પાસે ગેરકાયદેસર અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો.
સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોના માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.
એવા અહેવાલો છે કે વહીવટીતંત્ર નાગરિકતા માટે અયોગ્ય ગણાતા લોકો પાસેથી પાસપોર્ટ જેવા દસ્તાવેજો અટકાવીને આદેશનો અમલ કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ન્યાયાધીશના આદેશે ફેડરલ એજન્સીઓ દ્વારા આદેશના કોઈપણ અમલીકરણ પર અસ્થાયી રોક લગાવી દીધી.
તેમના મુકદ્દમામાં, હુકમને પડકારતા ચાર રાજ્યો દલીલ કરે છે કે 14મો સુધારો અને યુએસ કાયદો યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા વ્યક્તિઓને આપમેળે નાગરિકત્વ પ્રદાન કરે છે અને રાષ્ટ્રપતિ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા નથી. તેઓ ઉમેરે છે કે જો આદેશનો અમલ કરવામાં આવે તો, તે રાજ્યોના રહેવાસીઓને નસ્ત્રતાત્કાલિક અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.
મુકદ્દમા દલીલ કરવામાં આવી હતી કે, જે વ્યક્તિઓની યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિકતા છીનવી લેવામાં આવી છે તેઓને બિનદસ્તાવેજીકૃત કરવામાં આવશે, તેને દૂર કરવા અથવા અટકાયતને આધિન કરવામાં આવશે, અને ઘણા રાજ્યવિહીન બની જશે.
ટ્રમ્પના ન્યાય વિભાગે દલીલ કરી હતી કે રાજ્યો દ્વારા લાવવામાં આવેલ કેસ અસ્થાયી પ્રતિબંધના આદેશના નસ્ત્રઅસાધારણ પગલાસ્ત્રસ્ત્ર ની બાંયધરી આપતું નથી, પરંતુ ન્યાયાધીશ અસંમત હતા. જો કે, ફેડરલ સરકારના વકીલોએ આ ચુકાદા સામે અપીલક રવાનો ઈરાદો જાહેર કરી જણાવ્યું હતું કે, આ મામલે સુપ્રીમ કોર્ટ ફેસલો કરે તે ઉચીત રહેશે.
ટ્રમ્પે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના નિર્માણ પર પ્રતિબંધ મૂકતો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો
ડિજિટલ ફાઇનાન્શિયલ સેક્ટર માટે મહત્ત્વપૂર્ણ પગલામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં અમેરિકન નેતૃત્વને મજબૂત બનાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) બનાવવા અને જારી કરવા પર પ્રતિબંધ સહિત અનેક મુખ્ય જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે, જ્યારે ક્રિપ્ટોકરન્સી અને સ્ટેબલકોઈન્સ જેવી ડિજિટલ અસ્કયામતોનું નિયમન કરવાના પગલાં પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.