રિવોલ્યુશનરી ગાર્ડના નેતાઓને આતંકવાદી જાહેર કરતું અમેરિકા
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં હાલ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈરાન નમતું જોખવાની તૈયાર નથી તેવામાં અમેરિકન વિદેશ વિભાગે તેના ’રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ કાર્યક્રમ હેઠળ એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ ઈરાની નેતાઓ વિશે માહિતી આપનારને 10 મિલિયન ડોલર (આશરે 90 કરોડ રૂૂપિયાથી વધુ) સુધીનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. આ સાથે અમેરિકાએ IRGC સંબંધિત ઈરાની નેતાઓને આંતકવાદી ઘોષિત કર્યા છે.
નીચે મુજબના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના નેતાને અમેરિકાએ આંતકવાદી ઘોષિત કર્યા છે. (1) મોજતબા ખામેનેઈ સર્વોચ્ચ નેતા, (2) અલી અસગર હેજાઝી : ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, (3) મેજર જનરલ યાહ્યા રહીમ સફાવી: લશ્કરી સલાહકાર, (4) અલી લારીજાની : સલાહકાર અને સુરક્ષા પરિષદના સચિવ, (5) બ્રિગેડિયર જનરલ એસ્કાંદર મોમેની : ગૃહ મંત્રી, (6) ઈસ્માઈલ ખાતિબ : ગુપ્તચર અને સુરક્ષા મંત્રી (ખઘઈંજ), (7) IRGC કમાન્ડર, (8) ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી વગેરેનો સમાવેશ થાય છે.
અમેરિકા ઈઝરાયલના હુમલામાં અલી ખામેનેઈના મોત બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર હાલ એક પ્રશ્ન ઘૂંટાઈ રહ્યો છે કે, પુત્ર અને સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ છે ક્યાં ? તેમની તંદુરસ્તી કેવી છે ? બે દિવસ પહેલા દરમિયાન ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશક્યિનના પુત્ર અને સરકારી સલાહકાર યુસુફ પેજેશકિયનને ટેલિગ્રામ ઉપર એક સંદેશામાં કહ્યું કે મોજતબા ઘાયલ થયા હોવાની અફવાઓને પુષ્ટિ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે બધા વ્યર્થ છે. તેઓને કોઈ ગંભીર નુકસાન થયું નથી. બીજી તરફ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોશદના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોજતબા ગંભીર રીતે ઘવાયા છે. આમ મોજતબા ખામેનેઈની ફરતું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. તેવામાં અમેરિકાએ આંતકવાદી ઘોષિત કરી બાતમી માટે ઈનામ જાહેર કરતાં નવા સુપ્રીમ લીડર પર સંકટના વાદળો ઘેરાયા છે.
