અમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકા

નેવાડાના આ વિસ્તારમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ ખુબ તણાવવાળી છે. યુદ્ધ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે એવું લાગે છે…

નેવાડાના આ વિસ્તારમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે

મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ ખુબ તણાવવાળી છે. યુદ્ધ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે એવું લાગે છે કે શું અમેરિકા પરમાણુ હથિયારો તૈયાર કરી રહ્યું છે? કારણ કે અમેરિકાના નેવાડા પ્રાંતમાં 100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ નેવાડાના જે વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર વિશે દુનિયાને બહુ જાણકારી પણ નથી. આ એ જ વિસ્તાર છે જેને એરિયા-52 પણ કહે છે. જે પરમાણુ પરીક્ષણ માટે જાણીતું છે. ત્યારે એ સવાલ ઉઠે છે કે શું ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાએ કોઈ મોટું પરમાણું પરીક્ષણ કરી નાખ્યું?

નેવાડાનો એ પરમાણુ પરીક્ષણોવાળો વિસ્તાર ટોનોપા ટેસ્ટ રેન્જ કહેવાય છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં 100થી વધુ ભૂકંપની ઘટનાઓ જોવા મળી છે. બીજી બાજુ ફ્રાન્સે પણ કહ્યું છે કે તે પોતાની પરમાણુ ક્ષમતા વધારશે. અમેરિકા તો બીજા દેશોને ધમકાવતું રહ્યું છે કે તે ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દેશે નહીં.
હવે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ પણ અમેરિકાને જાણે શાંતિ નથી. બીજી બાજુ ઈરાન પાછીપાની કરવાના મૂડમાં નથી.

ધ સનના રિપોર્ટ મુજબ રવિવારે બપોરથી સોમવાર સવાર સુધીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા. જે જગ્યાએ પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે તે લાસ વેગાસથી લગભગ 3 કલાક ઉત્તર પૂર્વમાં અને એરિયા 51ની પાસે છે. ભૂકંપના ઝટકાઓમાંથી એકની તીવ્રતા 3.9ની હતી. ટ્રમ્પ હે છે કે તેઓ અનેક અઠવાડિયા સુધી હુમલા કરી શકે છે.

ઇરાનમાં 4.3 તીવ્રતાના ભૂકંપના ઝટકા: પરમાણુ પરીક્ષણની અટકળો
અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા વચ્ચે ઈરાનમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ઈરાનના ગેરાસ વિસ્તારમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા ચેનલોમાં તીવ્ર ચર્ચા થઈ રહી છે કે શું આ ભૂકંપ કુદરતી હતો કે પછી ઈરાને ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ (ન્યુક્લિયર ટેસ્ટ) કર્યું છે? આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે અને તે ઈરાનના ગેરાસ વિસ્તારમાં આવ્યો છે, જે અમેરિકા-ઈઝરાયેલ સાથેના તાજેતરના સંઘર્ષના સંદર્ભમાં વધુ ચિંતાજનક બની રહ્યો છે. અગાઉ પણ ફેબ્રુઆરી મહિનામાં ઈરાનમાં અનેક ભૂકંપ આવ્યા હતા, જેમ કે બુશેહર પ્રાંતમાં 5.2-5.3 તીવ્રતાનો ભૂકંપ, જેના કારણે પરમાણુ પરીક્ષણની અફવાઓ ફેલાઈ હતી. નિષ્ણાતો અને ભૂ-વિજ્ઞાન કેન્દ્રો (જેમ કે જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર)એ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિશ્વના સૌથી વધુ ભૂકંપપ્રવણ વિસ્તારોમાંનો એક છે અને આવા ઝટકા કુદરતી ટેક્ટોનિક પ્રવૃત્તિને કારણે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *